વૃદ્ધાની વાર્ષિક આવક 2 લાખથી ઓછી,સ્વિસ ખાતામાંથી મળ્યા ૧૯૬ કરોડ રૂપિયા!

20 July, 2020 05:47 PM IST  |  Mumbai Desk | Agencies

વૃદ્ધાની વાર્ષિક આવક 2 લાખથી ઓછી,સ્વિસ ખાતામાંથી મળ્યા ૧૯૬ કરોડ રૂપિયા!

પ્રતીકાત્મક તસવીર

૧.૭ લાખ રૂપિયાની વાર્ષિક આવક એટલે કે ૧૪ હજાર રૂપિયાની માસિક આવકનો દાવો કરનારી ૮૦ વર્ષની વૃદ્ધ મહિલાના સ્વિસ બૅન્ક અકાઉન્ટમાં ૧૯૬ કરોડ રૂપિયાનું કાળું નાણું મળી આવ્યું છે. ઇન્કમ ટૅક્સ અપિલેટ ટ્રિબ્યુનલ (આઇટીએટી)ની મુંબઈ શાખાના આદેશ બાદ આરોપી મહિલાએ હવે ટૅક્સની સાથે પેનલ્ટીની પણ ચુકવણી કરવી પડશે. મીડિયા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે.
૮૦ વર્ષની રેણુ થરાનીનું એચએસબીસી જીનિવામાં અકાઉન્ટ છે. જીડબ્લ્યુના નામથી જુલાઈ ૨૦૦૪માં અકાઉન્ટ ખોલવામાં આવ્યો હતો. આ કંપની ફન્ડને ફૅમિલી ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરતી હતી.
થરાની દ્વારા ૨૦૦૫-૦૬માં ફાઇલ કરવામાં આવેલા આઇટી રિટર્નમાં આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. થરાનીએ એક એફિડેવિટ પણ દાખલ કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે એચએસબીસી જીનિવામાં કોઈ બૅન્ક અકાઉન્ટ નથી અને તે જીડબ્લ્યુ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કમાં ડિરેક્ટર અને શૅરહોલ્ડર્સ હતી. તેણે પોતાને નોન રેસિડન્ટ ગણાવ્યાં અને દાવો કર્યો કે જો કોઈ રકમ છે તો પણ તેના પર ટૅક્સ વસૂલી શકાય નહીં.
૨૦૦૫-૦૬ના આઇટી રિટર્નમાં થરાનીએ જણાવ્યું હતું કે વાર્ષિક આવક માત્ર ૧.૭ લાખ રૂપિયા છે. આઇટીએટીએ બેન્ચે જણાવ્યું કે બની શકે છે કે તે નોન રેસિડન્ટ પહેલા વર્ષમાં રહી હોય, પરંતુ આટલા ઓછા સમયમાં ૨૦૦ કરોડ રૂપિયા અકાઉન્ટમાં કેવી રીતે આવ્યા.

national news international news