ખામીને કારણે અમેરિકામાં ૧,૩૦,૦૦૦ વેહિકલ્સ પાછાં બોલાવી રહી છે ટેસ્લા

11 May, 2022 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓવરહીટિંગની સમસ્યાને કારણે અમેરિકામાં ૧,૩૦,૦૦૦ વેહિકલ્સને ટેસ્લા પાછાં બોલાવી રહી છે.

ખામીને કારણે અમેરિકામાં ૧,૩૦,૦૦૦ વેહિકલ્સ પાછાં બોલાવી રહી છે ટેસ્લા

વૉશિંગ્ટન ઃ ઓવરહીટિંગની સમસ્યાને કારણે અમેરિકામાં ૧,૩૦,૦૦૦ વેહિકલ્સને ટેસ્લા પાછાં બોલાવી રહી છે. આ ઓ‍વરહીટિંગને કારણે સેન્ટર ટચ સ્ક્રીન ડિસ્પ્લેમાં ખામી સર્જાઈ શકે છે. 
૨૦૨૧ અને ૨૦૨૨માં પ્રોડ્યુસ થયેલાં ટેસ્લાનાં તમામ મૉડલ્સનાં વેહિકલ્સને પાછાં બોલાવવામાં આવી રહ્યાં છે. આ ઇલેક્ટ્રિક વેહિકલ કંપની દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ વેહિકલમાં સૉફ્ટવેર અપડેટ કરવામાં આવશે. નૅશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી ઍડ્મિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમનું સીપીયુ ઓવરહીટિંગને કારણે રિયરવ્યુ કૅમેરા, વૉર્નિંગ લાઇટ્સમાંથી ઇમેજિસ સેન્ટર સ્ક્રીન પર ડિસ્પ્લે કરતાં અટકાવી શકે છે.  

world news international news