કાર 150ની સ્પીડે હતી અને ડ્રાઈવર ઉંઘી ગયો

23 September, 2020 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કાર 150ની સ્પીડે હતી અને ડ્રાઈવર ઉંઘી ગયો

તસવીર સૌજન્યઃ આરસીએમપી અલબર્ટાનું ટ્વીટર અકાઉન્ટ

તાજેતરમાં એક ઘટના બની છે જેમાં ટેસ્લા કાર 150ની સ્પીડે હતી અને ડ્રાઈવર ઉંઘી ગયો હતો, પોલીસે તેની ધરપકડ કરી છે

કેનેડાના અલબર્ટામાં એક ટેસલા મોડેલ એસ કારનો માલિક પ્રતિકલાક 150થી પણ વધુની ઝડપે કાર ચલાવી રહ્યો હતો અને કારને ઓટોપાઈલટમાં મૂકીને ઉંઘી ગયો હતો, જેથી ટેસ્લાની પાર્શલી ઓટોમેટેડ ડ્રાઈવિંગ સિસ્ટમ, ઓટો પાઈલટ અને ડ્રાઈવરની બેદરકારી બાબતે પ્રશ્નો ઉભા થયા છે.

RCMP Albertaના અધિકૃત ટ્વીટર અકાઉન્ટમાં આપેલી માહિતી મુજબ, અલબર્ટાના પોનાકા નજીક હાઈવે 2 માં એક ટેસ્લા મોડેલ એસ સેલ્ફ ડ્રાઈવ મોડમાં દોડી રહી હતી. આ કારની સ્પીડ 140 હતી અને કારમાં બેઠેલા બંને વ્યક્તિ ઉંઘતા હતા. અધિકારીએ આ કારનો પીછો કર્યો, ઈમરજન્સી લાઈટ્સ પણ ફ્લેશ કરી પરંતુ કારની સ્પીડ 150 સુધી પહોંચી ગઈ હતી.

કારને તાબામાં લીધા બાદ 21 વર્ષનો બ્રિટીશ કોલમ્બિયાના ડ્રાઈવર ઉપર કારને વધુ ઝડપે ચલાવવાના આરોપ લગાડવામાં આવ્યા, જેથી 24 કલાક માટે તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. તેમ જ ખતરનાક ડ્રાઈવિંગના ચાર્જ પણ તેના ઉપર લગાડવામાં આવ્યા હતા.

અલબર્ટા આરસીએમપી ટ્રાફિક સર્વિસીસના સુપ્રિટેન્ડેન્ટ ગેરી ગ્રાહમે કહ્યું કે, કારમાં સેફ્ટી ફીચર્સ છે પરંતુ તે સેલ્ફ-ડ્રાઈવિંગ સિસ્ટમ્સ નથી, ડ્રાઈવિંગની પણ જવાબદારી હોય છે. ટેસ્લાના પ્રવક્તાએ આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. અગાઉ ટેસલાના સીઈઓ ઈલોન મસ્કે કહ્યું હતું કે, ડ્રાઈવરના ઓવરકોન્ફીડન્સના લીધે ઓટોપાઈલટ મોડમાં રાખેલી કારનું અકસમાત થાય છે.

international news twitter