ઉત્તર કોરિયા અને દ​ક્ષિણ કોરિયા વચ્ચે તનાવ, યુદ્ધ વિમાનો ખડકી દેવાયાં

05 November, 2022 12:40 PM IST  |  South Korea | Agency

ઉત્તર કોરિયાએ લગભગ ૧૮૦ યુદ્ધ જહાજો બૉર્ડર પર તહેનાત કર્યાં તો દક્ષિણ કોરિયાએ પણ તૈયારી બતાવી. દક્ષિણ કોરિયાની મિલિટરીએ ગઈ કાલે જણાવ્યું હતું કે એણે ફાઇટર જેટ્સ સીમા પર ખડકી દીધાં છે. 

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની વચ્ચે તનાવ હવે ચરમસીમા પર છે. ઉત્તર કોરિયાએ લગભગ ૧૮૦ યુદ્ધ જહાજો બૉર્ડર પર તહેનાત કર્યાં તો દક્ષિણ કોરિયાએ પણ તૈયારી બતાવી. દક્ષિણ કોરિયાની મિલિટરીએ ગઈ કાલે જણાવ્યું હતું કે એણે ફાઇટર જેટ્સ સીમા પર ખડકી દીધાં છે. 
દક્ષિણ કોરિયાના જૉઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે કહ્યું હતું કે અમારી મિલિટરીએ પ્યોંગયાંગના ઍરસ્પેસમાં એકત્ર થયેલાં લગભગ ૧૮૦ ઉત્તર કોરિયાનાં યુદ્ધ વિમાનો શોધી કાઢ્યાં  હતાં, જેના પછી અમે  એફ-૩૫એએસ સહિત ૮૦ ફાઇટર જેટ તહેનાત કર્યાં છે. યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વિજિલન્ટ સ્ટૉર્મ એર કવાયતમાં ભાગ લેનારાં લગભગ ૨૪૦ વિમાનોએ તેમની કવાયત ચાલુ રાખી હોવાનું સૈન્યએ જણાવ્યું હતું.
ગયા મહિને પણ નૉર્થ કોરિયાનાં ૧૦ યુદ્ધ જહાજ આ જ રીતે બૉર્ડરની નજીકમાં ઊડતાં જોવાયાં હતાં. નોંધપાત્ર છે કે ઉત્તર કોરિયા છેલ્લા કેટલાક સમયથી અવારનવાર મિસાઇલ લૉન્ચ કરીને દક્ષિણ કોરિયા, જપાન અને અમેરિકાને ચિંતામાં મૂકી રહ્યું છે. 

international news south korea