હૉન્ગકૉન્ગ અને પૅરિસને ઓવરટેક કરી તેલ અવિવ બન્યું દુનિયાનું સૌથી મોંઘું સિટી

02 December, 2021 10:20 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

હવે પૅરિસ અને સિંગાપોર સાથે બીજા સ્થાને છે

પ્રતીકાત્મક તસવીર

તેલ અવિવને રહેવા માટે દુનિયાનું સૌથી મોંઘું શહેર ગણાવવામાં આવ્યું છે, જેનું કારણ ત્યાંની મોંઘવારીમાં ખૂબ જ વધારો છે. અહીં વસ્તુઓથી લઈને સેવાઓ સુધી એમ તમામની કિંમતોમાં ખૂબ વધારો થયો છે. 
ઇકૉનૉમિસ્ટ ગ્રુપના રિસર્ચ અને ઍનૅલિસિસ ડિવિઝન ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટની રૅન્કિંગ સિસ્ટમ અનુસાર ઇઝરાયલના આ શહેરે છેલ્લા ૧૨ મહિનામાં પાંચ સ્પોટ્સ આગળ વધીને ગયા વર્ષના જૉઇન્ટ વિનર્સ પૅરિસ, હૉન્ગકૉન્ગ અને જ્યુરિચને પાછળ છોડી દીધાં છે. 
હવે પૅરિસ અને સિંગાપોર સાથે બીજા સ્થાને છે, જ્યારે ટૉપ ફાઇવમાં જ્યુરિચ અને હૉન્ગકૉન્ગનો પણ સમાવેશ થાય છે. ન્યુ યૉર્ક છઠ્ઠા સ્થાને છે. જીનિવા સાતમા, કોપનહેગન આઠમા, લૉસ ઍન્જલસ નવમા, જ્યારે ઓસકા દસમા સ્થાને છે. 
ઍન્યુઅલ રૅન્કિંગમાં લંડન ત્રણ સ્પોટ્સ આગળ વધીને ૧૭મા સ્થાને પહોંચ્યું છે, જ્યારે સિડની ૧૪મા સ્થાને અને મેલબર્ન ૧૬મા સ્થાને છે. 

international news