ટ્રમ્પની હત્યા કરનારને 21 કરોડનું ઇનામ અપાશે : ઈરાનના સંસદસભ્યનું એલાન

23 January, 2020 12:44 PM IST  |  Tehran

ટ્રમ્પની હત્યા કરનારને 21 કરોડનું ઇનામ અપાશે : ઈરાનના સંસદસભ્યનું એલાન

ડોનલ્ડ ટ્રમ્પ

ઈરાનના એક સંસદસભ્યએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની હત્યા માટે ૨૧ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. ઈરાનના કહ્યુજ શહેરથી સંસદસભ્ય અહમદ હામજેએ કહ્યું કે ‘આ ઇનામ કેરમાનના લોકો તરફથી હશે. કેરમાન એ જ જગ્યાએ છે જ્યાં જનરલ કાસીમ સુલેમાનીને દફન કરવામાં આવ્યા છે. સાંસદ જનરલ સુલેમાનીના મોતથી ખૂબ ગુસ્સે છે એથી તેમણે સંસદ (મજલિસ)માં ભાષણ દરમ્યાન ટ્રમ્પની હત્યા કરનારને ઇનામ આપવાની જાહેરાત કરી છે. હામજેએ સંસદમાં ત્યાં સુધી કહી દીધું છે કે ઈરાને પોતાની સુરક્ષા માટે પરમાણુ હથિયાર બનાવવાની શરૂઆત કરી દેવી જોઈએ. આપણી પાસે જો આજે પરમાણુ હથિયાર હોત તો આપણે જોખમ સામે સુરક્ષિત હોત.

donald trump iran united states of america tehran