ટી.બી.ને કારણે શરીરમાં ઇમ્યુનિટી ઘટે છે: સંશોધન

02 August, 2021 03:35 PM IST  |  Maryland | Gujarati Mid-day Correspondent

બૅક્ટેરિયમમાં એવા જીન્સ હોય છે, જે એના ચેપથી અસરગ્રસ્ત કોષોમાં રોગપ્રતિકાર ક્ષમતાનું દમન કરતા રહે છે

પ્રતીકાત્મક તસવીર

ટ્યુબરક્યુલોસિસ (ટી.બી.)ના દરદીઓના કોષોમાં રોગપ્રતિકારકતા સંબંધી મહત્ત્વપૂર્ણ સંકેત વ્યવસ્થાને નિ​ષ્ક્રિય બનાવતા જીન્સને યુનિવર્સિટી ઑફ મૅરીલૅન્ડના સંશોધનકારોએ પારખી લીધા છે. સંશોધનકારોએ જણાવ્યું છે કે માઇક્રોબૅક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ (એમ.ટી.બી.)ની બીમારીમાં વ્યક્તિની રોગપ્રતિકાર ક્ષમતા ઘટી જાય છે. બૅક્ટેરિયમમાં એવા જીન્સ હોય છે, જે એના ચેપથી અસરગ્રસ્ત કોષોમાં રોગપ્રતિકાર ક્ષમતાનું દમન કરતા રહે છે. એ જીન્સને સંશોધનકારોએ ઓળખીને અલગ તારવ્યા છે. આ સંશોધનની વિગતો ટી.બી.ની જીન બેઝ્ડ ટ્રીટમેન્ટ કે પ્રિવેન્ટિવ થેરપીમાં ઉપયોગી નીવડશે.

41,831 - ભારતમાં કોરોનાનાં કેસ હજી પણ મોટી સંખ્યામાં વધે છે. છેલ્લા ૨૪ કલાકમાં આટલા નવા કેસ નોંધાયા હતા, જ્યારે દૈનિક મરણાંક ૫૪૧ હતો

47 - ભારતમાં કોરોનાની રસીના કુલ આટલા કરોડ ડોઝ અપાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં ૬૦ લાખથી વધુ ડોઝ અપાયા હતા. રાજ્યો પાસે હજી ૩ કરોડથી વધુ ડોઝ પડ્યા છે

international news united states of america