તાલિબાનો આતંકવાદને પ્રોત્સાહન નહીં આપે, પાકિસ્તાનને વિશ્વાસ

22 September, 2021 11:19 AM IST  |  Kabul | Agency

સમગ્ર વિશ્વમાં એવો ડર છે કે અફઘાનિસ્તાન ઇસ્લામિક ત્રાસવાદીઓનું આશ્રય સ્થાન બનશે તેમ જ ત્યાંથી વિદેશોમાં હુમલાઓ કરવામાં આવશે. જોકે તાલિબાનો આ મામલે વારંવાર લોકોને ખાતરી આપી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનના લશ્કરના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્ત‌િખારે ગઈ કાલે કહ્યું હતું કે તેઓ દેશની સુરક્ષાને ધ્યાનમાં લેતાં અફઘાનિસ્તાનના તાલિબાનો સાથે સતત સંપર્કમાં છે. ૧૫ ઑગસ્ટથી અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક ત્રાસવાદીઓએ કબજો જમાવ્યો છે. ત્યારથી સમગ્ર વિશ્વમાં એવો ડર છે કે અફઘાનિસ્તાન ઇસ્લામિક ત્રાસવાદીઓનું આશ્રય સ્થાન બનશે તેમ જ ત્યાંથી વિદેશોમાં હુમલાઓ કરવામાં આવશે. જોકે તાલિબાનો આ મામલે વારંવાર લોકોને ખાતરી આપી રહ્યા છે.
પ્રવક્તાએ કહ્યું હતું કે તાલિબાનોના ઇરાદાઓ પર શંકા કરવાનું કોઈ કારણ નથી. પાકિસ્તાનના નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર મોઇજ યુસુફે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા તાલિબાનની સરકારને મંજૂરી ન આપવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતુ કે તાલિબાન સરકાર પર પ્રભાવ પાડવા માટે પણ એમની સાથે વાતચીત 
જરૂરી છે.

afghanistan pakistan taliban international news