આતંકવાદીઓ પાકિસ્તાનમાં ફરીથી એક વાર જેલ તોડશે

19 December, 2014 07:00 AM IST  | 

આતંકવાદીઓ પાકિસ્તાનમાં ફરીથી એક વાર જેલ તોડશે


આતંકવાદના કેસોમાં ફાંસીની સજા પામેલા કેટલાક કેદીઓ હરિપુર તથા પેશાવરની જેલમાં છે, જ્યારે ઘણા હાઈ-પ્રોફાઇલ આતંકવાદીઓને કોહટ, તિમરગારા, બન્નુ, ડેરા ઇસ્માઇલ ખાન અને માનશેરા જેલમાં ગોંધવામાં આવ્યા છે.

ગયા વર્ષે જુલાઈ મહિનામાં ભારે શસ્ત્રોથી સજ્જ થઈને આવેલા તાલિબાનના આતંકવાદીઓ ડેરા ઇસ્માઇલ ખાન જેલમાંથી ૩૫ હાઈ-પ્રોફાઇલ આતંકવાદીઓ સહિત કુલ ૧૭૫ કેદીઓને છોડાવી ગયા હતા. એપ્રિલ-૨૦૧૨માં બન્નુ જેલમાં ત્રાટકેલા ૧૦૦થી વધુ આતંકવાદીઓએ ૩૮૪ કેદીઓને છોડાવ્યા હતા.

પાકિસ્તાનના વળતા હુમલામાં ૫૭ આતંકવાદી ઠાર

પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલ પર કરવામાં આવેલા ભયંકર હુમલાની યોજના ૧૬ તાલિબાન આતંકવાદીઓએ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં અફઘાનિસ્તાનમાં યોજાયેલી એક બેઠકમાં બનાવી હોવાનું પાકિસ્તાની અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું.

મંગળવારે કરવામાં આવેલા આ હુમલામાં ૧૩૨ સ્ટુડન્ટ્સ સહિત કુલ ૧૪૮ લોકોનાં મોત થયાં હતાં અને પાકિસ્તાનના ઇતિહાસમાંનો આ સૌથી ઘાતક આતંકવાદી હુમલો છે.

બીજી તરફ પાકિસ્તાની લશ્કરે ખૈબર આદિવાસી પ્રદેશમાં બુધવારે વળતો હુમલો કરીને ૫૭ આતંકવાદીઓને ખતમ કર્યા હતા. તાલિબાન આતંકવાદીઓ ખૈબરના જે તિરાહ વેલી વિસ્તારમાં સંતાયેલા રહે છે એ વિસ્તાર પર પાકિસ્તાની લશ્કરે ૨૦ હવાઈ હુમલા કર્યા હતા.