તાલિબાનની સોગંદવિધિ આવતી કાલે ૯/૧૧ના દિવસે?

10 September, 2021 01:28 PM IST  |  Taliban | Agency

આવતી કાલે ૨૦ વર્ષ પૂરાં થઈ રહ્યા હોવાના દિવસે જ કદાચ તાલિબાને પોતાની નવી સરકારની શપથવિધિ યોજવાનું પસંદ કર્યું છે એવું ગઈ કાલે કેટલાંક સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

તાલિબાને અખુંદના રૂપમાં કાર્યવાહક પ્રમુખ અને બરાદરને તેમ જ હનાફીને તેમના ડેપ્યુટી તરીકે નિયુક્ત કર્યા ત્યાર પછી હવે નવી સરકારની સોગંદવિધિનો સમય નજીક આવી રહ્યો છે. ૨૦૦૧ની ૧૧મી સપ્ટેમ્બરે આત્મઘાતી આતંકવાદીઓએ વિમાન અથડાવીને ન્યુ યૉર્કના ટ્વિન ટાવર્સ તોડી પાડ્યા હતા અને એને આવતી કાલે ૨૦ વર્ષ પૂરાં થઈ રહ્યા હોવાના દિવસે જ કદાચ તાલિબાને પોતાની નવી સરકારની શપથવિધિ યોજવાનું પસંદ કર્યું છે એવું ગઈ કાલે કેટલાંક સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
તાલિબાને આ સોગંદવિધિના સમારંભમાં હાજર રહેવા પાકિસ્તાન, ચીન, ટર્કી, ઈરાન, કતાર, રશિયા વગેરે કેટલાક દેશોને આમંત્રણ આપ્યાં હોવાનું મનાય છે. તાલિબાન ભારત સાથે પણ સારા સંબંધો બાંધવા ઇચ્છે છે.

afghanistan taliban