તાલિબાન વચગાળાની સરકાર વિદેશીઓને અફઘાનિસ્તાન છોડવા દેવા સંમત

09 September, 2021 08:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ વિમાનની રવાનગીથી યુએસ અને અફઘાનિસ્તાનના નવા તાલિબાન નેતાઓ વચ્ચે ઊગ્ર વિવાદમાં આ એક સકારાત્મક સંકેત દર્શાવે છે.

પ્રતિકાત્મક તસવીર

અમેરિકનો સહિત ડઝનેક વિદેશીઓએ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટમાં કાબુલ છોડી દીધું છે. અમેરિકા અને નાટો દળોએ ગયા મહિનાના અંતમાં અફઘાનિસ્તાન છોડ્યા બાદ આ પ્રકારનું પ્રથમ મોટા પાયે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

આ વિમાનની રવાનગીથી યુએસ અને અફઘાનિસ્તાનના નવા તાલિબાન નેતાઓ વચ્ચે ઊગ્ર વિવાદમાં આ એક સકારાત્મક સંકેત દર્શાવે છે.

તાલિબાને કહ્યું છે કે તેઓ વિદેશીઓ અને અફઘાનિસ્તાનને માન્ય મુસાફરી દસ્તાવેજો સાથે જવા દેશે, પરંતુ બીજા એરપોર્ટ પર થોડા દિવસો અગાઉ જોવા મળેલા દ્રશ્યો તાલિબાનની આ ખાતરી પર થોડી શંકા ઊભી કરી છે.

કતાર એરવેઝની ફ્લાઈટ દોહા જઈ રહી છે. એક વરિષ્ઠ યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકનો, ગ્રીન કાર્ડ ધારકો અને જર્મન, હંગેરીયન, કેનેડિયન સહિત અન્ય દેશના નાગરિકો ફ્લાઇટમાં છે.

International News taliban united states of america