એશિયાના આ એકમાત્ર દેશમાં સજાતીય લગ્ન છે કાયદેસર

17 May, 2019 04:33 PM IST  | 

એશિયાના આ એકમાત્ર દેશમાં સજાતીય લગ્ન છે કાયદેસર

તાઈવાનમાં હવે સજાતીય લગ્ન કાયદેસર

ભારતે સજાતીય સંબંધોને લગતી કલમ 377 હટાવી દીધી છે. હવે દુનિયાના અન્ય દેશો પણ સજાતીય સંબંધોને સ્વીકારી રહ્યા છે. તાઈવાન સમલૈંગિક લગ્નને બંધારણીય દરજ્જો આપતો પહેલો એશિયાઈ દેશ બન્યો છે. તાઈવાનની સાંસદમાં સમલૈંગિક લગ્નના કાયદાને મંજૂરી અપાઈ છે. અલજજીરાના રિપોર્ટ પ્રમાણે તાઈવાનના સાંસદોએ સરખા લિંગવાળા લોકોને એક્સક્લૂસિવ પરમેનેન્ટ યુનિયન્સ અને સરકારી એજન્સીઓમાં મેરેજ રજીસ્ટ્રેશન માટે આવેદન આપતો કાયદા પર મોહર લગાવી છે.

જણાવી દઈએ કે, તાઈવાનની સર્વોચ્ચ અદાલતે બંધારણના ઉલ્લંઘનનો હવાલો આપતા આ કાયદાની મંજૂરી આપવાની માગ રદ કરી હતી. જો કે, અદાલતે સાંસદોને દેશન બંધારણમાં સુધારો કરવા માટે 24 મે સુધીનો સમય આપ્યો હતો. આ નિર્ણય પછી હજારો સમલૈંગિક અધિકાર સમર્થકો રાજધાની તાઈપાઈ પહોંચ્યા હતા અને સંસદ ભવન સામે ભારે વરસાદ વચ્ચે આ કાયદાની માગને લઈને પ્રદર્શન કર્યા હતા.

આ પણ વાંચો: આતંકી એલર્ટ: શ્રીનગર અને અવંતીપુરા એરબેઝ પર થઈ શકે આતંકી હુમલો

ઉલ્લેખનીય છે કે, તાઈવાનમાં લૈંગિક અસમાનતાને તોડવા અને વૈવાહિક સમાનતા માટે પુરૂષો સ્કર્ટ પહેરીને સ્કૂલ, કોલેજ અને ઓફિસ પણ પહોંચ્યા હતા અને સ્કર્ટ પહેરેલા ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર શૅર કર્યા હતા. આ સમલૈંગિક મેરેજ બિલના પક્ષના સમર્થનમાં હજારો મહિલાઓ પણ જોડાઈ હતી. જો કે હાલ તાઈવાનના તમામ સમલૈંગિકો માટે સરકાર સારા સમાચાર લઈને આવી છે અને સમલૈંગિક વિવાહને કાયદાકીય પરવાનગી આપી છે.

world news