સિડનીઃ 5 બંધકો ભાગવામાં સફળ,ભારતીય દૂતાવાસ ખાલી કરાવાયું

15 December, 2014 08:13 AM IST  | 

સિડનીઃ 5 બંધકો ભાગવામાં સફળ,ભારતીય દૂતાવાસ ખાલી કરાવાયું


સિડની,તા.15 ડિસેમ્બર

ઓસ્ટ્રેલિયામાં એક શોપમાં બંદૂકધારીઓએ 50થી વધારે લોકોને બંધક બનાવી લીધા છે.આ બંધકોમાં ભારતીયો પણ સામેલ હોવાની આશંકા છે.આ શોપમાં અરબીમાં લખેલો એક ઝંડો પણ લહેરાવાયેલો જોવા મળ્યો હતો.આ આધારે એ આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે આ કાંડ પાછળ આતંકી સંગઠન અલ નુસરાનો હાથ છે.ઉલ્લેખનિય છે કે ઘટનાસ્થળથી લગભગ 300 મીટર દૂર જ ભારતીય દૂતાવાસ છે.ભારતીય વિદેશ મંત્રાલયની આ મામલે નજર પણ છે.ભારતીય દૂતાવાસ તૂંરત ખાલી કરાવી દેવામા આવ્યુ છે.એવુ કહેવામાં આવી રહ્યુ છે કે પાંચ બંધકો ભાગવામા સફળ રહ્યા છે જેમા એક  ત્યાંનો જ કર્મચારી છે.

આ ઘટના બાદ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ટેની એબોટે નિવેદન આપ્યુ છે કે બદૂંકધારીઓના ઈરાદા વિશે કોઈ માહિતી મળી શકી નથી.તેમણે લોકોને સંયમ જાળવી રાખવા અપિલ કરી છે. આ ઉપરાંત અનુરોધ કર્યો છે કે દરેક પોતાનુ કામ જારી રાખે.ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે દાવો કર્યો છે કે કાફૈમાં માત્ર હુમલાખોર જ છે.સાથે જ પોલીસનુ કહેવુ એ પણ છે કે હુમલાખોર સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક સાધી શકાયો નથી.જો કે પોલીસ તરફથી વાતચીત કરવાના પ્રયાસો જારી છે.


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાની નિંદા કરી છે.પીએમ મોદીએ ટ્વીટ કર્યુ છે કે સિડનીની ઘટના ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. હુ પ્રાર્થના કરૂ છુ કે દરેક લોકો સુરક્ષિત હોય.પોલીસે સિડનીના ચોકલેટ શોપમાં બંધક કાંડ બાદ આસપાસના સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.પોલીસે લોકોને તેમના કાર્યાલયમાં જ રોકી રાખ્યા છે.હાર્બિન બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે.ટ્રેનોની અવરજવર પણ રોકી રાખવામાં આવી છે.સમગ્ર વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે.પ્રસિધ્ધ ઓપેરા હાઉસની પાસેથી સંદિગ્ધ પૈકેટ મળ્યા બાદ તેને પણ ખાલી કરાવવામાં આવ્યુ છે.ઓસ્ટ્રેલિયન ટેલિવિઝન પર તસવલીરોમાં બતાવવામાં આવી રહ્યુ છે કે શોપની અંદર બંધ લોકો બારી તરફ પીઠ અને પતાના હાથ ઉપર રાખીને ઉભા છે.તસવીરોમાં એક કાળો ઝંડો પણ નજરે પડી રહ્યો છે જેના પર અરબી ભાષામાં કંઈક લખેલુ છે.ત્રણ કલાકથી ચાલી રહેલા આ બંધક કાંડ પાછળ સીરીયાનો આતંકી ગુટ અલ સબાનો હાથ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.