સ્વિટ્ઝલેન્ડે જાહેર કરી સ્વિસ બેન્કોમાં ભારતીયોની બેન્કિંગની જાણકારી

27 May, 2019 12:03 PM IST  | 

સ્વિટ્ઝલેન્ડે જાહેર કરી સ્વિસ બેન્કોમાં ભારતીયોની બેન્કિંગની જાણકારી

ફાઈલ ફોટો

વૈશ્વિક નાણાંકીય કેન્દ્ર તરીકે તેની સ્થિતિ મેળવવા માટે સ્વિટ્ઝરલેન્ડે તેની બેંકોની માહિતીને ગુપ્ત જાળવી રાખવા માટેની પ્રતિબદ્ધતાને છોડી છે. ખાસ કરીને એવું જોવામાં આવ્યું છે કે સ્વિસ બેન્કે તેના ભારતીય ગ્રાહકોની માહિતી શૅર કરવાની પ્રક્રિયામાં વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં ઘણી વિગતો સામે આવી છે. આ એક અઠવાડિયામાં 12 કરતા પણ વધારે મામલાની વિગત સામે આવી છે જ્યા સ્વિસ બેન્ક દ્વારા એકાન્ટ હોલ્ડર્સની માહિતી જાહેર કરવામાં આવી છે.

25થી વધુ ભારતીય ગ્રાહકોને નોટીસ

સ્વિટ્ઝલેન્ડ પ્રસાશન દ્વારા માર્ચથી અત્યાર સુધી 25થી વધારે સ્વિસ બેન્કના ભારતીય ગ્રાહકેને નોટિસ જાહેર કરી છે. આ નોટિસમાં સ્વિસ બેન્કે તેમને ભારત સાથે તેમની વિગતો શૅર કરવા સામે અપીલ કરવા અંતિમ તક આપવાની વાત કરી છે. સ્વિસ સરકારના ફેડરલ ટેક્સ એડમિનસ્ટ્રેશન તરફથી જાહેર કરવામાં આવેલ નોટિસ અનુસાર વિદેશી ગ્રાહકની જાણકારી જાહેર કરવાનો અર્થ એ છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારત સાથે જોડાયેલા મામલાઓને ઝડપ મળી શકે છે.

આ પણ વાંચો: Jet Airwaysના પૂર્વ અધ્યક્ષ નરેશ ગોયલને વિદેશ જતા અટકાવાયા

નોટીસમાં ગ્રાહકનું નાગરીકત્વ અને જન્મ તારીખની વિગતો જાહેર કરાઇ

ભારતીય નાગરિકોને 21 મી મે સુધીમાં ઓછામાં ઓછી 11 નોટિસ આપવામાં આવી છે. જોકે સ્વિસ સરકારે આ માહિતી જાહેર કરી છે, તેમ છતાં નામો પૂર્ણ જાહેર કરાયા નથી સ્વિસ બેન્ક દ્વારા તેમના એકાઉન્ટ હોલ્ડરના ફક્ત પ્રારંભિક નામ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમના નાગરિકત્વ અને જન્મ તારીખની વિગતો પણ આપવામાં આવી છે.

gujarati mid-day