અમેરિકામાં ક્રિસમસ પરેડમાં એસયુવીએ લોકોને કચડ્યા

23 November, 2021 12:02 PM IST  |  Wookesha | Agency

આ ભયાનક ઘટનામાં પાંચ જણનાં મોત અને ૪૦થી વધુને ઈજા : આતંકવાદી હુમલાની શક્યતા નકારાઈ નથી

અમેરિકામાં ક્રિસમસ પરેડમાં એસયુવીએ લોકોને કચડ્યા

અમેરિકાના વિસ્કોન્સિન સ્ટેટના વુકેશામાં ક્રિસમસ પરેડમાં સેલિબ્રેશન ટ્રૅજેડીમાં ફેરવાયું હતું. અહીં એક એસયુવીએ ફુલ સ્પીડમાં આવીને બૅરિકેડ્સ તોડી સીધી આ પરેડમાં ઘૂસી જઈને લોકોને ટક્કર મારી હતી. ઓછામાં ઓછા પાંચ જણનાં મોત નીપજ્યાં હતાં અને ૪૦થી વધુ લોકોને ઈજા થઈ છે જેમાં મોટી સંખ્યામાં બાળકો પણ સામેલ છે. આ ઘટનાના સાક્ષી બનેલા લોકોએ એને પોતાના કૅમેરામાં કૅપ્ચર કરી હતી.  
જોકે, શરૂઆતમાં મૃત્યુ પામનારાઓનો ચોક્કસ આંકડો આપવાની ના પાડતાં વુકેશા પોલીસ ચીફ ડેન થૉમ્પસને કહ્યું હતું કે ‘કેટલાક લોકો માર્યા ગયા છે, પરંતુ ચોક્કસ સંખ્યા નહીં આપીએ. એ એસયુવી ચલાવનારો કસ્ટડીમાં છે, પરંતુ તેણે લોકોને મારવા પાછળના તેના હેતુ વિશે કોઈ સંકેત આપ્યો નથી.’
એક વિડિયોમાં જોવા મળ્યું હતું કે આ એસયુવી એક માર્ચિંગ બૅન્ડના મેમ્બર્સને ટક્કર મારી રહી હતી અને એના લીધે તેમના બૅન્ડના મ્યુઝિકના બદલે ચીસો સંભળાતી હતી.
પોલીસે એ વેહિકલને પણ જપ્ત કર્યું છે. ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. એક વિડિયોમાં જોવા મળ્યું હતું કે જે ક્ષણે એસયુવીએ બૅરિકેડ્ઝ તોડ્યાં હતાં ત્યારે અનેક ગનશૉટ્સના અવાજ પણ સંભળાયા હતા.  ચીફ થૉમ્પસને એના વિશે કહ્યું હતું કે ‘એક વુકેશા પોલીસ ઑફિસરે એ શકમંદના વેહિકલ પર ફાયરિંગ કર્યું હતું. એ વેહિકલમાંથી ટોળા તરફ કોઈ ફાયરિંગ કરવામાં નહોતું આવ્યું.’ 
વુકેશા સ્કૂલ ડિસ્ટ્રિક્ટ બોર્ડ મેમ્બર કોરે મોન્ટિહોએ જણાવ્યું હતું કે ‘ચારેબાજુ પોમપોમ્સ, શૂઝ અને હૉટ ચૉકલેટ્સ જોવા મળી હતી. મારે કચડાયેલી બૉડીઝની વચ્ચે મારી દીકરીને શોધવાની હતી. મારી વાઇફ અને મારી બે દીકરીઓને લગભગ ટક્કર વાગી ગઈ હોત.’ 
હજી સુધી જાણી શકાયું નથી કે આ ઘટના એક આતંકવાદી કૃત્ય છે કે નહીં. પોલીસ આ ઍન્ગલથી પણ તપાસ કરી રહી છે અને એના માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. 

international news united states of america