પાકનું નામ લીધા વગર સુષમાના પ્રહાર- આતંકને શરણ આપનારને ખતમ કરવા જ પડશે

01 March, 2019 02:56 PM IST  |  અબુ ધાબી

પાકનું નામ લીધા વગર સુષમાના પ્રહાર- આતંકને શરણ આપનારને ખતમ કરવા જ પડશે

સુષમા સ્વરાજના પાકિસ્તાન પર પ્રહાર(તસવીર સૌજન્યઃ ANI)

અબુધાબીમાં ઈસ્લામિક સહયોગ સંગઠનમાં વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધિત કરતા પાકિસ્કતાનને દુનિયાભરમાં અલગ-થલગ કરવાની વાત કરી. સુષમાએ કહ્યું કે જે દેશો આતંકીઓને શરણ આપે છે તેમને દુનિયાની સામે લાવવા જ પડશે, જેથી તે દેશમાં હાજર આતંકીઓને મળી રહેલા શરણ પર રોક લાગે.

વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધિત કરતા સુષમા સ્વરાજે કહ્યું કે વર્ષ 2019 ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વર્ષ મહાત્મા ગાંધીની 150મી જયંતિ વિશ્વ મનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે હું સવા અરબ ભારતીયોનું અભિવાદન કરું છું, જેમાં 185 કરોડથી વધુ મુસ્લિમ ભાઈ-બહેન સામેલ છે. અમારા મુસ્લિમ ભાઈ બહેનો ભારતની વિવિધતાનું સૂક્ષ્મ રૂપ છે.

તેમણે કહ્યું કે અહીંના અનેત દેશો સાથે ભારતના સારા અને મજબૂત સંબંધો છે. ભારતની અર્થવ્યવસ્થામાં થયેલી વૃદ્ધિના કારણે આ સંબંધો મજબૂત થયા છે.

આતંકવાદ સામે લડાઈ, કોઈ ધર્મ સામે નહીં
તેમણે કહ્યું કે આતંકવાદ અને કટ્ટરવાદ બંને એક જ છે. આતંકવાદ સામેની લડાઈ કોઈ ધર્મ સામેનો ટકરાવ નથી. આ એવી રીતે ન હોય શકે. જેવી રીતે ઈસ્લામનો શાબ્દિક અર્થ થાય છે શાંતિ, અલ્લાહના 99 નામોમાંથી એક પણનો અર્થ હિંસા નથી.આ જ રીતે દુનિયાનો દરેક ધર્મ શાંતિ, કરુણા અને ભાઈચારા માટે ઉભો છે.

આ પણ વાંચોઃ પાકે. પુલાવામા હુમલો કર્યો, ભારતે આતંકીઓ પર કાર્યવાહી કરી: ચીનમાં સુષ્મા

આ પહેલીવાર છે જ્યારે ભારતને સન્માનિત અતિથિના રૂપમાં આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સંગઠન 57 દેશોનો પ્રભાવશાળી સમૂહ છે. જેમાં પાકિસ્તાન પણ સામેલ છે. જો કે બેઠકમાં સુષમા સ્વરાજના ભાગ લેવા પર પાકિસ્તાને બેઠકનો બહિષ્કાર કર્યો છે.

sushma swaraj abu dhabi pakistan