શ્રીલંકા બ્લાસ્ટ: સુષ્મા સ્વરાજે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર

21 April, 2019 12:37 PM IST  |  મુંબઈ

શ્રીલંકા બ્લાસ્ટ: સુષ્મા સ્વરાજે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર

સુષ્મા સ્વરાજ

રવિવારે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ઇસ્ટરના પર્વ તહેવારના દિવસે શ્રેણી બદ્ધ વિસ્ફોટો થયા હતા. આ વિસ્ફોટોમાં 3 ચર્ચને નિશાન બનાવવામાં આવ્યા હતા. ખ્રિસ્તીઓને નિશાન બનાવીને ચર્ચમાં થયેલા આ વિસ્ફોટમાં 129થી વધુ લોકોના મોત થયા છે. કોલંબો નેશનલ હૉસ્પિટલે કહ્યું કે વિસ્ફોટ બાદ 80 લોકોનો હૉસ્પિલમાં ઈલાજ કરવામાં આવી રહ્યો છે.

સુષ્મા સ્વરાજે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઈન્ડિયન હાઈ કમિશને હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. વિદેશમંત્રી સુષમા સ્વરાજે કહ્યું કે તેઓ સતત ભારતીય હાઈ કમિશ્નરના સંપર્કમાં છે. અને તેઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.




ભારતીય દૂતાવાસે પણ ટ્વીટ કરીને કહ્યું છે કે સ્થિતિ પર નજર રાખતા રહ્યાં છે. ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન નંબર પણ રજૂ કર્યા છે. દૂતાવાસની તરફથી ટ્વીટ કરાયું કે કોલંબો અને બટ્ટીકાલોઆમાં ધડાકાના સમાચાર છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. મદદ કે કોઇ માહિતી માટે ભારતીય નાગરિક આ નંબરો પર સંપર્ક કરી શકે છે: +94777903082 +94112422788 +94112422789. શ્રીલંકાના નંબરો સિવાય આ ભારતીય નંબરો પર પણ સંપર્ક કરી શકે છે: +94777902082 +94772234176


3 ચર્ચ, 3 હોટેલમાં વિસ્ફોટ
કોલંબો પોલીસના પ્રમાણે 3 ચર્ચ સહિત 3 ફાઈવ સ્ટાર હોટેલને પણ નિશાન બનાવવામાં આવ્યા. પોલીસના પ્રમાણે 8 વાગ્યેને 45 મિનિટે પહેલો વિસ્ફોટ થયો. સતત થયેલા વિસ્ફોટોના કારણે અફરાતફરીનો માહોલ છે. સ્થાનિક પોલીસના પ્રમાણે આ વિસ્ફોટો ત્યારે થયા જ્યારે પ્રાર્થના માટે લોકો ચર્ચમાં એકઠા થયા હતા.

sushma swaraj sri lanka