સૌર-જવાળાઓને લીધે ૨૦૧૨માં પૃથ્વીનો અંત નહીં આવે : નાસા

14 November, 2011 05:49 AM IST  | 

સૌર-જવાળાઓને લીધે ૨૦૧૨માં પૃથ્વીનો અંત નહીં આવે : નાસા

 

આ ઘટનાને કારણે એમાંથી અવકાશમાં જીવલેણ સૌર-જ્વાળાઓ ફેલાવાની દહેશત છે. કેટલાક લોકોનું માનવું છે કે એને કારણે પૃથ્વી પર પ્રલય આવી શકે છે, ત્યારે અમેરિકાની અવકાશી સંશોધન સંસ્થા નાસા (નૅશનલ ઍરોનૉટિક્સ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન)એ ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે સૌર-જ્વાળાઓને કારણે પૃથ્વીનો અંત નહીં આવે.

નાસાના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે ‘૨૦૧૩ અને ૨૦૧૪માં સૌરવિસ્ફોટ થવાની દહેશત છે. ૨૦૧૨માં આવો કશો જ ખતરો નથી અને ૨૦૧૪માં પણ જ્યારે આવું થશે ત્યારે એને લીધે પૃથ્વીનો અંત થઈ જાય એવો કોઈ ખતરો નથી દેખાતો.