ચીનમાં આકરાં નિયંત્રણો, લોકોને નાનકડી મેટલની કૅબિનમાં આઇસોલેટ કરાય છે

13 January, 2022 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાને કાબૂમાં રાખવા માટે ચીનના નિષ્ઠુર પગલાના કારણે ત્યાંના લોકોની હાલત કફોડી બની છે.

ચીનના શિજિયાઝુઆંગમાં ૧૦૮ એકરમાં ફેલાયેલું ક્વૉરન્ટીન સેન્ટર

બીજિંગઃ કોરોનાને કાબૂમાં રાખવા માટે ચીનના નિષ્ઠુર પગલાના કારણે ત્યાંના લોકોની હાલત કફોડી બની છે. ચીને વિશાળ ક્વૉરન્ટીન કૅમ્પ્સનું નેટવર્ક ઊભું કર્યું છે, જ્યાં હજારો લોકો નાનકડી મેટલની કૅબિનમાં રહેવા માટે મજબૂર છે. ચીને ક્રૂર નિયંત્રણો લાગુ કર્યાં છે જેને એ ‘દુનિયાનું સૌથી ટફ લૉકડાઉન’ ગણાવે છે.
અનેક દેશો નિયંત્રણો સાથે કોરોના વાઇરસ સાથે જીવતાં શીખી રહ્યા છે ત્યારે ચીને આકરાં નિયંત્રણો લાગુ કરવાનું પસંદ કર્યું છે. 
સિમ્પલ મેટલની કૅબિન્સના વિશાળ કૉમ્પ્લેક્સિસ બાંધવામાં આવ્યાં છે. જેમને કોરોના થયો હોય કે પછી કોરોનાના દરદીના સંપર્કમાં આવ્યા હોય એવી વ્યક્તિઓને અહીં રાખવામાં આવે છે. 
આ નાનકડી મેટલ-કૅબિન્સમાં નાગરિકોને લગભગ બે અઠવાડિયાં સુધી આઇસોલેટ રાખવામાં આવે છે, જ્યાં માત્ર એક સિમ્પલ વુડન બેડ અને ટૉઇલેટ સિવાય કોઈ ફૅસિલિટી નથી. અહીં પુરુષો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત તમામને આ કૅમ્પ્સમાં આઇસોલેટ રાખવામાં આવી રહ્યાં છે. અહીં રહેતા લોકોને પૂરતું ફૂડ પણ આપવામાં આવતું ન હોવાની ફરિયાદ થઈ રહી છે. 

world news china