ઓસ્ટ્રેલિયામાં અદાણીનો ભારે વિરોધ, STOP ADANI મૂવમેન્ટ ટ્રેન્ડિંગ

16 May, 2019 03:25 PM IST  |  ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયામાં અદાણીનો ભારે વિરોધ, STOP ADANI મૂવમેન્ટ ટ્રેન્ડિંગ

અદાણીની કોલ માઈનનો વિરોધ ઓસ્ટ્રેલિયામાં વકરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં અદાણીની કોલ માઈનનો મુદ્દો જોર પકડી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં અદાણીની કોલસાની ખાણ સામે હજારો નાગરિકો સ્ટોપ અદાણી મૂવમેન્ટથી વિરોધ કરી રહ્યા છે. 18મી મેના રોજ ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહેલી ચૂંટણીમાં પણ આ મુદ્દો મહત્વનો ભાગ ભજવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીએ 2010માં ઓસ્ટ્રેલિયામાં 16.4 બિલિયન ડોલરનું રોકાણ કરીને કોલમાઈનનો પ્રોજેક્ટ હાથ પર ળીધો હતો. જેમાં રેલવે સહિતની સેવાઓમાં વિસ્તૃતિકરણની યોજનાઓ હતી. 7.8 બિલિયન ટન કોલસાનો ભંડાર ધરાવતી આ ખાણ કાર્યરત થશે ત્યારે વિશ્વની સૌથી મોટી કોલ માઈન બનશે.

જો કે અદાણીનો આ પ્રોજેક્ટ શરૂઆતથી જ વિવાદમાં સપડાયેલો છે. શરૂઆતથી જ જમીન સંપાદન, પર્યાવરણની જાળવણી, ઉત્ખનન દરમિયાન ધરતીના પેટાળને થનાર સંભવિત નુકસાન સહિતના મુદ્દે અદાણીનો વિરોધ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયામાં અદાણીનો કોલ પ્રોજેક્ટ બન્યો ચૂંટણી મુદ્દો, 7 ઉમેદવારો વિરોધમાં

ઓસ્ટ્રેલિયાના હજારો નાગરિકો સ્ટોપ અદાણી મૂવમેન્ટ દ્વારા સોશિયલ મીડિયાથી લઈ સડકો સુધી કોલ માઈન પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે. શાસક ગઠબંધન કન્ઝર્વેટિવ લિબરલ્સ ઉપરાંત અન્ય રાજકીય પક્ષોનું અદાણીના પ્રોજેક્ટને સમર્થન છે. આ પક્ષો દેશના વિકાસ માટે આ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે. પરંતુ અપક્ષ ઉમેદવારો પ્રજાની સાથે મળી આ કોલ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે