શ્રીલંકા : કોલંબોથી 40 કિમી દૂર વધુ એક બ્લાસ્ટ

25 April, 2019 11:25 AM IST  |  શ્રીલંકા

શ્રીલંકા : કોલંબોથી 40 કિમી દૂર વધુ એક બ્લાસ્ટ

કોલંબો નજીક પુગોડામાં વિસ્ફોટ

રાજધાની કોલંબોથી 40 કિલોમીટર પૂર્વમાં પુગોડા શહેરમાં મેજિસ્ટ્રેટ કોર્ટની પાછળની ખાલી જમીન પર ગુરુવારે બ્લાસ્ટ થયો છે. પોલીસ અને સ્થાનિકોએ આ બ્લાસ્ટની માહિતી આપી છે પોલીસે કહ્યું કે તે વિસ્ફોટની તપાસ કરશે.

આ પહેલા રવિવારે ઇસ્ટરના અવસરે પણ ત્રણ ચર્ચ અને ત્રણ હોટેલમાં આત્મઘાતી હુમલામાં અત્યાર સુધી 359 લોકોની મોત થઇ ચૂકી છે. જ્યારે 500થી વધુ લોકો ઘાયલ છે. મૃતકોમાં 10 ભારતીયો સહિત 34 વિદેશીઓ છે. પોલીસ અત્યાર સુધી શંકાસ્પદ 60 લોકોની ધરપકડ કરી લીધી છે.

જણાવીએ કે આ હુમલાની માહિતી આતંકી સંગઠન આઇએસઆઇએમ એ લીધી છે. રવિવારે ઇસ્ટરના દિવસે કેટલાય શહેરોના ચર્ચમાં તેમજ ફાઇવ સ્ટાર હોટલમાં આઇએસથી પ્રભાવિત વન ઇસ્લામિક આતંકવાદીઓએ વિસ્ફોટ કર્યો. આ આઇએસ તરફથી વિશ્વના કોઇપણ ભાગમાં કરાયેલ હુમલા કરતાં અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો છે. આ પહેલા તેમનો સૌથી મોટો હુમલો કરાડા(બગદાદ)માં થયો હતો જેમાં 340 લોકોની મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો : આ યુગલે ઍરપોર્ટ પર કર્યા લગ્ન, કેમ કે ૧૨ વર્ષ પહેલાં ત્યાં પહેલી મુલાકાત થયેલી

શ્રીલંકા સીરિયલ બ્લાસ્ટમાં હુમલાખોરો વિશે મોટો ખુલાસો થયો. તેમાંથી આત્મઘાતી હુમલાખોર બ્રિટન અને ઑસ્ટ્રેલિયામાં ભણેલો હતો. જો કે ઉપ રક્ષામંત્રી રુવાન વિજયવર્દ્ધનેએ આતંકીનું નામ જણાવ્યું નથી અને ન તો તેના વિશ્વવિદ્યાલય કે કૉલેજનું નામ જણાવ્યું. જ્યાં તે ભણ્યો. તેમણે કહ્યું કે હુમલાખોરો મધ્યવર્ગ કે ઉચ્ચ વર્ગથી જોડાયેલા હતા. બધાં ભણેલા ગણેલા હતા. આર્થિક રૂપે સક્ષમ હતા. તેમાંથી મોટા ભાગે બધાંએ ઉચ્ચ શિક્ષા મેળવી હતી.

sri lanka