Sri Lanka Blast : કોલમ્બો એરપોર્ટ પાસે મળેલા બોમ્બને કરાયો ડિફ્યુઝ

22 April, 2019 10:53 AM IST  | 

Sri Lanka Blast : કોલમ્બો એરપોર્ટ પાસે મળેલા બોમ્બને કરાયો ડિફ્યુઝ

મુખ્ય ઈમારતોની સુરક્ષા વધારાઈ

શ્રીલંકા સિરિયલ બ્લાસ્ટ પછી માહોલ સામાન્ય થવાનું નામ નથી લઈ રહ્યો. રવિવારે સતત 8 બોમ્બ વિષ્ફોટ સાથે શ્રીલંકાના કોલંબોમાં ફરી બોમ્બ મળ્યા હોવાના સમાચાર મળ્યા હતા જેના કારણે ભારે અફરાતફરી જોવા મળી રહી છે. આ બોમ્બ કોલમ્બો એરપોર્ટ નજીક મળી આવ્યો હતો. સૂચના મળતા પોલીસ સ્થળે પહોચી હતી અને સમય રહેતા બોમ્બને ડિફ્યૂઝ કરવામાં આવ્યો હતો. રવિવારે થયેલા સિરિયલ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા 290 જેટલી થઈ છે.

શ્રીલંકા પોલીસ દ્વારા 24 લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. જો કે પોલીસે આ શખ્સોની જાણકારી સાર્વજનિક કરવામાં આવી નથી. પોલીસ દ્વારા કોલંબો અને તેની આસપાસના વિસ્તારોમાંથી આ શખ્સોની ધરપકડ કરવામાં આવી રહી છે. બોમ્બ બ્લાસ્ટ પછી શ્રીલંકાની મુખ્ય ઈમારતોની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર પણ બૅન મુકવામાં આવ્યો છે. હાલ કોઈ પણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી પણ માનવામાં આવી રહ્યુ છે કે આ હુમલામાં મુસ્લિમ કટ્ટરપંથી સંગઠન નેશનલ તોહિદ જમાતનો હાથ માનવામાં આવી રહ્યો છે. હુમલાના 10 દિવસ પહેલા જ પોલીસ ચીફ પૂજૂથ જયસુંદરાને આત્મઘાતી હુમલાની ચેતવણી આપી હતી.

 

આ પણ વાંચો: શ્રીલંકામાં આઠમો વિસ્ફોટ, ભારતીય દૂતાવાસ નિશાને હોવાનો ખુલાસો

 

ઈસ્ટર ડેના રવિવારે શ્રીલંકામાં એક પછી એક 8 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટમાં 290 જેટલા નાગરિકોની મૃત્યુ અને 500 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા. મૃતકોમાં 3 ભારતીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બોમ્બ બ્લાસ્ટ પછી દેશભરમાં કર્ફ્યૂનો માહોલ છે.

sri lanka