ચંદ્ર પર પહેલો પગ મૂકનાર અવકાશયાત્રી નીલ આર્મસ્ટૉન્ગનું મૃત્યુ

27 August, 2012 02:59 AM IST  | 

ચંદ્ર પર પહેલો પગ મૂકનાર અવકાશયાત્રી નીલ આર્મસ્ટૉન્ગનું મૃત્યુ

ચન્દ્રની ધરતી પર પગ મૂકતી વખતે નીલે કહેલા શબ્દો ‘માણસ માટે આ નાનું પગલું છે, પણ માણસજાત માટે આ વિશાળ કૂદકો છે’ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયા છે. આ મિશન પૂરું થયું એના એક વર્ષ બાદ તેમણે નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશનમાં કામ કરવાનું છોડીને યુનિવર્સિટી ઑફ સિનસિનાટીમાં એન્જિનિયરિંગના પ્રોફેસરની નોકરી લઈ લીધી હતી. નીલ આર્મસ્ટ્રૉન્ગે હૃદયની બાયપાસ સર્જરી કરાવી હતી અને એના કારણે ઊભા થયેલાં કૉમ્પ્લીકેશન્સને કારણે તેમનું અવસાન થયું હતું.