વિશ્વની સૌથી પ્રભાવશાળી ૫૦ હસ્તીઓમાં સોનિયા ગાંધી અને રતન તાતાનો સમાવેશ

26 September, 2011 08:49 PM IST  | 

વિશ્વની સૌથી પ્રભાવશાળી ૫૦ હસ્તીઓમાં સોનિયા ગાંધી અને રતન તાતાનો સમાવેશ

 

 

આ સર્વેમાં કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને ‘મૅડમ ઇન્ડિયા’ કહેવામાં આવ્યાં છે, જ્યારે રતન તાતા માટે ‘મેટલ હેડ’ એવો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે.


ઇટલીમાં જન્મેલાં સોનિયા ગાંધીને ભારતના રાજકારણીઓમાં સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે. યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)નાં ચૅરપર્સન સોનિયા ગાંધી સતત ચોથી વખત ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ તરીકે ચૂંટાયાં હોય એવી પ્રથમ વ્યક્તિ છે.

 

કૉન્ગ્રેસનાં અધ્યક્ષને મૅડમ ઇન્ડિયા અને તાતા જૂથના ચૅરમૅનને મેટલ હેડ ગણાવવામાં આવ્યા


તાતા જૂથે બ્રિટિશ સ્ટીલ કંપની કોરસ તથા પ્રતિષ્ઠિત જૅગ્વાર લૅન્ડરોવર કાર ખરીદી લેતાં તેમનું કદ વૈશ્વિક સ્તરે વિશાળ બની ગયું છે. થોડા સમય પહેલાં તેમણે એવું બયાન કર્યું હતું કે તેમનો ઉત્તરાધિકારી ભારતીય હોય એવું જરૂરી નથી. આ સ્ટેટમેન્ટે પણ તેમના વૈશ્વિક વ્યક્તિત્વમાં મહkવપૂર્ણ ભૂમિકા ભજવી છે.