સૌરઊર્જાની કિંમત અડધી થઈ જશે

19 October, 2011 06:50 PM IST  | 

સૌરઊર્જાની કિંમત અડધી થઈ જશે



ભારતીય મૂળના સંશોધકે સિલિકોન ચિપમાંથી અત્યંત સક્ષમ છતાં સસ્તા સોલર સેલ્સ બનાવ્યા


નાન્યાન્ગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજિકલ યુનિવર્સિટી અને ઍસ્ટાર ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઇક્રોઇલેક્ટ્રૉનિક્સની સંશોધક ટીમના અધ્યક્ષ નવાબ સિંહે આશા વ્યક્ત કરી હતી કે આ સિલિકોન ચિપને કારણે સોલર એનર્જીની કિંમત અડધી થઈ જશે.

તેમણે કહ્યું હતું કે સિલિકોન ચિપ સૂર્યપ્રકાશ વધુ પ્રમાણમાં ગ્રહણ કરે એ માટે અમે એની સપાટી પર નૅનોસ્ટ્રક્ચર ડિઝાઇન કર્યું છે. નવા સોલર સેલ્સ સસ્તા અને નબળી ગુણવત્તાવાળા સિલિકોનમાંથી બનાવવામાં આવ્યા છે છતાં એ પરંપરાગત અને મોંઘા સિલિકોન સેલ્સ જેટલી જ વીજળી પેદા કરે છે.

નૅનોસ્ટ્રક્ચરની વિશેષતા

સિલિકોન સોલર સેલ્સમાં નૅનોસ્ટ્રક્ચર્ડ સોલર સેલ્સ સૌથી વધુ ઊર્જાનું ઉત્પાદન કરે છે. સિલિકોન સેલ્સ પર ડિઝાઇન કરવામાં આવેલા નૅનોસ્ટ્રક્ચરની સાઇઝ માનવીના વાળના હજારમા ભાગ જેટલી હોય છે.

ફ્યુચર ટાર્ગેટ

સંશોધક ટીમના મેમ્બર પ્રોફેસર ચેન્ગ ટી હિયાન્ગે કહ્યું હતું કે ‘અમે સસ્તા, વધુ સૌરઊર્જાનો સંગ્રહ કરી શકે તથા જેનું ઉત્પાદન સરળતાથી કરી શકાય એવા નવા સોલર સેલ્સ વિકસાવવા માગીએ છીએ. એને કારણે સૌરઊર્જાનો પુન: પ્રાપ્ય ઊર્જા તરીકે મોટા પાયે ઉપયોગ શક્ય બનશે.’