માથે સ્કાર્ફ બાંધ્યો નહીં એટલે સાઉદી અરેબિયામાં મિશેલ ઓબામા સેન્સર્ડ

29 January, 2015 05:27 AM IST  | 

માથે સ્કાર્ફ બાંધ્યો નહીં એટલે સાઉદી અરેબિયામાં મિશેલ ઓબામા સેન્સર્ડ



સાઉદી અરેબિયામાં મહિલાઓ માટે આકરા કાયદા છે અને એ કાયદા અનુસાર પુરુષો પરાઈ મહિલાઓને સ્પર્શ સુધ્ધાં કરી નથી શકતા. સાઉદીમાં મહિલાઓને માથાથી માંડીને પગ સુધી તમામ અંગો વસ્ત્રો વડે ઢાંકી રાખવાં પડે છે. આ સંજોગોમાં ઉઘાડા માથે ફરતાં મિશેલે મીડિયાના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

આ વિશેના મીડિયા અહેવાલો અનુસાર ઓબામા દંપતી જ્યારે સાઉદી અરેબિયાના નવા કિંગ સલમાન સાથે મુલાકાત કરી રહ્યું હતું ત્યારે એનો વીડિયો પ્રસારિત કરતી વખતે સરકારી ટેલિવિઝન ચૅનલે મિશેલના ચહેરાને ધૂંધળો કરી નાખ્યો હતો. નવી દિલ્હીથી રવાના થઈને રિયાધ પહોંચતાં પહેલાં મિશેલે ડ્રેસ તો બદલી નાખ્યો હતો, પણ માથા પર સ્કાર્ફ પહેર્યો નહોતો. એના વિરોધમાં ૧૫૦૦થી વધુ લોકોએ ટ્વીટ કર્યું હતું. આ વિવાદે એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું કે સાઉદી અરેબિયાસ્થિત અમેરિકાની રાજદૂત કચેરીએ એક નિવેદન મારફતે ચોખવટ કરવી પડી હતી.