પ્લેનમાં સાપ નીકળતાં દોડધામ મચી

27 October, 2012 06:42 AM IST  | 

પ્લેનમાં સાપ નીકળતાં દોડધામ મચી




મંગળવારે બનેલી આ ઘટનામાં એક પૅસેન્જરે તેની સીટ નીચે સાપ જોતાં ચીસ પાડી હતી એ પછી સ્ટાફને બોલાવવામાં આવતાં ૧૦ ઇંચ લાંબો સાપ મળી આવ્યો હતો. આ સાપ જોકે ઝેરી નથી એવી જાહેરાત કરવામાં આવતાં પૅસેન્જરોએ હાશકારો વ્યક્ત કર્યો હતો, પણ એ કેવી રીતે પ્લેનમાં આવી પહોંચ્યો તેની કોઈને ખબર નથી. એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કોઈ પૅસેન્જરની હૅન્ડ બૅગમાં ઘૂસી ગયા બાદ એ પ્લેનમાં આવી ગયો હશે. ગ્લાસગો ઍરર્પોટ પર પ્લેન ઊતર્યા બાદ સાપને પ્રાણી સંગ્રાહાલયને સોંપવામાં આવ્યો હતો.