દુલ્હો IQ ટેસ્ટમાં ફેલ, દુલ્હને જાન પાછી મોકલી

11 December, 2015 03:43 AM IST  | 

દુલ્હો IQ ટેસ્ટમાં ફેલ, દુલ્હને જાન પાછી મોકલી


ઉત્તર પ્રદેશના મૈનપુરી પાસેના ઓરૈયા ગામની ખુશબૂ સક્સેના નામની દુલ્હને આ જ મામલે જાન લઈને પરણવા આવેલા ઓમવીર સિંહને લીલા તોરણે પાછો વાળી દીધો હતો. કન્યાપક્ષને કહેવામાં આવ્યું હતું કે દુલ્હો ગ્રૅજ્યુએટ થયેલો છે અને તેની પાસે ૬૦ વીઘા જમીન છે. જાનૈયા આવીને મંડપમાં બેઠા ત્યારે ઓમવીરને મંત્ર વાંચવામાં તકલીફ પડી રહી હતી એટલે દુલ્હનને પોતાના થનાર પતિની શૈક્ષણિક યોગ્યતા પર શક ગયો. તેણે જાતે જ દુલ્હાની પરીક્ષા લીધી. લગ્નના મંડપમાં મહેમાનો વધાઈ આપવા આવી રહ્યા હતા ત્યારે ખુશબૂએ વરપક્ષ સામે શર્ત રાખી કે તે ઓમવીરને કેટલાક સવાલો પૂછવા માગે છે. એ પછી જ તે લગ્નમંડપમાં બેસશે. કેટલાક સામાન્ય જ્ઞાનના સવાલો દુલ્હાને પૂછ્યું. તેણે કેટલાક સિક્કા આપીને એનો સરવાળો કરવાનું કહ્યું. ટચસ્ક્રીન ફોન આપીને વાપરવાનું કહ્યું. ફોનમાંની ઍપ્લિકેશન્સ જોઈને ઓમવીર મૂંઝાઈ ગયો. બસ, દુલ્હાનો બૌદ્ધિક આંક ઠીક નથી એમ કહીને ખુશબૂએ લગ્ન કરવાની ના પાડી દીધી.