બૅન્ગકૉકમાં ૧૦૩૦ ફુટ ઊંચી કાચની છત પર સ્કાયવૉક ખૂલ્યો

28 December, 2018 04:13 PM IST  |  Bangkok

બૅન્ગકૉકમાં ૧૦૩૦ ફુટ ઊંચી કાચની છત પર સ્કાયવૉક ખૂલ્યો

બૅન્ગકૉક મોટા ભાગે ઐયાશી માટે જાણીતું છે, પરંતુ થોડાક સમય પહેલાં અહીંના સૌથી ઊંચા બિલ્ડિંગ કિંગ પાવર મહાનાખોન પર હજાર ફુટથી ઊંચે કાચનો સ્કાયવૉક શરૂ થયો છે. ૩૧૪ મીટર એટલે કે ૧૦૩૦ ફુટની હાઇટ ધરાવતા ૭૮ માળના આ ટાવરમાં ટૉપ ફ્લોર પર ગ્લાસનો સ્કાયવૉક એરિયા બનાવવામાં આવ્યો છે. આ બિલ્ડિંગના ૭૪ અને ૭૫મા માળે ઇન્ડોર ઑબ્ઝર્વેશન ડેક છે, જ્યારે ૭૮મા માળે રૂફટૉપ પ્લૅટફૉર્મ અને એક બાર છે. આ બિલ્ડિંગ બૅન્ગકૉક શહેરને ચોમેરથી જોઈ શકાય એ રીતે બન્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર પરથી જ આ ઑબ્ઝર્વેશન ડેકનો વિડિયો ચાલુ થઈ જાય છે.

લિફ્ટમાં માત્ર ૫૦ સેકન્ડમાં તમે ૭૪મા માળે પહોંચી જાઓ છો, પરંતુ એ દરમ્યાન લિફ્ટની ચારેય દીવાલો પર બૅન્ગકૉકની થીમનો વિડિયો ચાલે છે. રૂૉપ પર પહોંચીને ગ્લાસના એરિયામાં ચાલવાનું તો ઠીક, ત્યાં ઊભા રહીને નીચે જોવાનું પણ દિલધડક અનુભવ કરાવનારું છે. આ ટાવરમાં ઘણી મલ્ટિનૅશનલ કંપનીની ઑફિસો પણ છે. આ પ્રોજેક્ટ માટે લગભગ ૭૨ અબજ રૂપિયાનો ખર્ચ થયો છે.

bangkok