આ બ્યુટીને વધારે બ્યુટિફુલ બનવાનો પ્રયાસ ભારે પડ્યો

07 December, 2011 09:51 AM IST  | 

આ બ્યુટીને વધારે બ્યુટિફુલ બનવાનો પ્રયાસ ભારે પડ્યો



લંડનમાં આવેલી લૅન્ડબ્રોક ગ્રુવ નામની જગ્યાની રહેવાસી શાર્લોટ ક્રિપ્સે પોતાની ત્વચાને વધારે સાફ અને ઊજળી બનાવવા એક પ્રાઇવેટ બ્યુટી-ક્લિનિકમાં કૉસ્મેટિક ટ્રીટમેન્ટ કરાવવા પગ મૂક્યો ત્યારે તેને એ વાતનો બિલકુલ અંદેશો નહોતો કે વધારે બ્યુટિફુલ બનવાનો તેનો આ પ્રયાસ તેના માટે મોટી સમસ્યા ઊભી કરશે.

૪૦ વર્ષની શાલોર્ટ આર્ટ્સ-રાઇટર છે. એક પ્રાઇવેટ બ્યુટી-ક્લિનિકમાં કૉસ્મેટિક ટ્રીટમેન્ટ લીધા પછી તેની ત્વચા વધારે સારી બનવાને બદલે બળી ગઈ હતી અને એના પર લાલ નિશાન પડી ગયાં હતાં. ૨૦૦૮માં આ ભૂલભરેલી ટ્રીટમેન્ટ લીધા બાદ શાલોર્ટને ક્લિનિકના ઇન્શ્યૉરર પાસેથી વળતર તરીકે પાંચ આંકડાની રકમ તો મળી ગઈ છે, પણ આજેય તેના શરીર પર આ ખામીયુક્ત બ્યુટી-ટ્રીટમેન્ટની નિશાનીઓ દેખાય છે.