ક્વીન એલિઝાબેથ ટૂના શાસનનું આજે ભવ્ય ડાયમન્ડ જ્યુબિલી સેલિબ્રેશન

06 February, 2012 05:54 AM IST  | 

ક્વીન એલિઝાબેથ ટૂના શાસનનું આજે ભવ્ય ડાયમન્ડ જ્યુબિલી સેલિબ્રેશન

 

આ કાર્યક્રમમાં સમગ્ર રાજવી પરિવાર ઉપસ્થિત રહેશે. ક્વિનને ૨૫ વર્ષની વયે ૧૯૫૨ની ૬ ફેબ્રુઆરીએ તેમને બ્રિટન પર શાસન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના હાથમાં જ્યારે બ્રિટનનું શાસન આવ્યું હતું ત્યારે બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટરપદે વિન્સન્ટ ચર્ચિલ હતા, જ્યારે નવા-નવા આઝાદ થયેલા ભારતના વડા પ્રધાનની જવાબદારી જવાહરલાલ નેહરુ સંભાળતા હતા. એ સમયે પણ એશિયા અને આફ્રિકાના કેટલાક હિસ્સાઓ પર બ્રિટનનું શાસન હતું.