કરોડોની માલિક છે આ 6 વર્ષની બાળકી, છે ખૂબ જ લોકપ્રિય

27 July, 2019 01:20 PM IST  |  સિયોલ

કરોડોની માલિક છે આ 6 વર્ષની બાળકી, છે ખૂબ જ લોકપ્રિય

કરોડોની માલિક છે આ 6 વર્ષની બાળકી

મે સાંભળ્યું હશે કે પૈસા કમાવું કાંઈ બાળકોને ખેલ નથી. જો કે દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલની 6 વર્ષની બોરમે આ વાતને ખોટી સાબિત કરી છે. યૂ ટ્યૂબે તેને એટલી માલામાલ કરી દીધી છે કે તેણે 55 કરોડ રૂપિયાની 5 માળની ઈમારત ખરીદી લીધી છે. જેનો ઉપયોગ બોરમ પરિવારની કંપની કરી રહી છે. બોરમના યૂ ટ્યૂબ પર 3 કરોડથી વધારે સબસ્ક્રાઈબર્સ છે.

રમકડાઓની કરે છે સમીક્ષા
યૂટ્યૂબ પર બોરમના બે ખૂબ જ લોકપ્રિય ચેનલ છે. જેમાં એકમાં જ રમકડાઓની સમીક્ષા કરે છે જ્યારે બીજો વીડિયો બ્લોગ છે. પહેલા ટૉય રિવ્યૂ ચેનલના 1 કરોડ 36 લાખ સબસ્ક્રાઈબર્સ છે જ્યારે બીજા ચેનલના 1 કરોડ 76 લાખ સબસ્ક્રાઈબર્સ છે. આ ચેનલમાં બોરમ પોતાની રોજબરોજની જિંદગીના વીડિયો અપલોડ કરે છે. બંનેના મળીને કુલ 3 કરોડ 12 લાખ સબસ્ક્રાઈબર્સ છે. સંયુક્ત રીતે બોરમના બંને યૂટ્યૂબ ચેનલ દક્ષિણ કોરિયાની સૌથી વધુ કમાણી કરતી યૂ ટ્યૂબ ચેનલ પણ બની ગઈ છે.

37.6 કરોડ વાર જોવામાં આવ્યો એક વીડિયો
બોરમની યૂટ્યૂબ ચેનલ દક્ષિણ કોરિયામાં સૌથી વધુ લોકપ્રિય છે. બોરમના વીડિયોઝને લઈને અનેક રસપ્રદ કહાનીઓ પણ છે. તેમનો એક વીડિયો ખૂબ જ ચર્ચિત થયો હતો. આ વીડિયો 37 કરોડથી વધુ લોકોએ જોયો છે. જેમાં તે અચાનક નૂડલ્સ કેમેરા પર ઢોળી દે છે.

જ્યારે વીડિયોના કારણે પરેશાની પડી ગયા માતા-પિતા
બોરમનો એક વિવાદિત વીડિયો એવો સર્કુલેટ થયો કે તેના પેરેન્ટ્સ પરેશાન થઈ ગયા. થયું એવું કે બોરમે કાર ચલાવવાનો પ્રયાસ કરતો એક વીડિયો અપલોડ કર્યો. કારણ કે બાળકોનું ડ્રાઈવિંગ અપરાધ છે એટલા માટે તેના માતા પિતાને બોલાવીને બોરમના કાઉન્સેલિંગનો આદેશ આપવામાં આવ્યો. બોરમના વીડિયોને લઈને ફરિયાદ પણ કરવામાં આવી છે.

કમાણીના મામલામાં રિયાન કાઝી સૌથી આગળ
ફોર્બ્સના પ્રમાણે, અમેરિકાનો સાત વર્ષનો છોકરો રિયાન કાઝી યૂટ્યૂબના માધ્યમથી કમાણી કરવામાં સૌથી આગળ છે. અત્યાર સુધી તે 152 કરોડ કમાયો છે. રિયાને કમાણીના મામલામાં 21 વર્ષના જેક પૉલને પણ પાછળ છોડી દીધો છે.

korea world news