બે સંસદસભ્યોએ મારા પર કર્યો હતો રેપ

12 November, 2014 03:11 AM IST  | 

બે સંસદસભ્યોએ મારા પર કર્યો હતો રેપ




કૅનેડાનાં ભૂતપૂર્વ નાયબ વડાં પ્રધાન શીલા કોપ્સે કરેલા એક ખુલાસાથી દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. શીલા કોપ્સે સોમવારે એક લેખમાં જણાવ્યું હતું કે તેઓ રાજકારણમાં આવ્યાં ત્યારે તેમના પક્ષના એક સંસદસભ્યે તેમના પર જાતીય હુમલો કર્યો હતો. એ ઘટનાનાં થોડાં વર્ષો પછી એક અન્ય સંસદસભ્યે તેમના પર બળાત્કાર કર્યો હતો.

શીલા કોપ્સ ૧૯૯૩થી ૧૯૯૭ દરમ્યાન નાયબ મુખ્ય પ્રધાન હતાં. હવે ૬૧ વર્ષની વયનાં થયેલાં શીલા કોપ્સના જણાવ્યા અનુસાર બળાત્કારની એ બન્ને ઘટનાઓ અલગ-અલગ શહેરમાં અને જુદા-જુદા સમયે થઈ હતી. એક ઘટના ઓટાવા રાજ્યમાં અને બીજી ટૉરોન્ટોમાં બની હતી.

સાપ્તાહિક અખબાર ‘ધ હિલ ટાઇમ્સ’માં લખેલા એક લેખમાં શીલા કોપ્સે એમ પણ જણાવ્યું હતું કે ‘હું ૨૮ વર્ષની વયે પહેલી વાર સંસદસભ્ય બની ત્યારે એક હોટેલમાં મારા પર રેપ કરવામાં આવ્યો હતો. મહિલાઓ વિરુદ્ધની હિંસાના કાર્યક્રમમાં હું હાજરી આપવા ગઈ હતી ત્યારે જ આવું થયું હતું.’

કોપ્સે ઉમેર્યું હતું કે ‘તે સંસદસભ્યે મને દીવાલસરસી જડીને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે મેં તેને ધક્કો માર્યો હતો અને એવી જગ્યાએ લાત મારી હતી કે જ્યાં લાત ખાધા પછી બહુ જ દર્દ થાય. મેં આ કિસ્સાની પોલીસમાં ફરિયાદ કરી નહોતી, કારણ કે મારા પર જાતીય હુમલો કરનાર એ પરિસ્થિતિને ખોટી રીતે સમજ્યો હતો.’

એ ઘટનાનાં ૩૦ વર્ષ બાદ શીલા કોપ્સ પર તેમના એક પરિચિત સંસદસભ્યે બળાત્કાર કર્યો હતો. આ ઘટનાની પોલીસ-ફરિયાદ કરવામાં આવી હતી અને દોષી વ્યક્તિને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યો હતો.