બાંગ્લાદેશના PM તરીકે શેખ હસીનાએ લીધા શપથ, ચોથી વાર સંભાળી દેશની કમાન

07 January, 2019 09:00 PM IST  | 

બાંગ્લાદેશના PM તરીકે શેખ હસીનાએ લીધા શપથ, ચોથી વાર સંભાળી દેશની કમાન

શેખ હસીનાએ સંભાળી બાંગ્લાદેશની કમાન

બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં વિક્રમી જીત મેળવાનાર આવાની લીગના નેતા શેખ હસીનાએ સોમવારે ચોથી વાર દેશની કમાન સંભાળી. રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદે તેમને વડાપ્રધાન પદના શપથ અપાવ્યા. રાષ્ટ્રતિએ નવા મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને ઉપમંત્રીઓને પણ શપથ લેવડાવ્યા.

હસીનાની પાર્ટી અવામી લીગની આગેવાની વાળા ગઠબંધને ગઈ 30 ડિસેમ્બરમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં ક્લીન સ્વિપ કર્યું હતું. 300 સભ્યો ધરાવતી સંસદની 96 ટકા બેઠકો તેમના ફાળે ગઈ. વિપક્ષી ગઠબંધને ચૂંટણીમાં ગરબડનો પણ આરોપ લગાવ્યો હતો, પરંતુ હસીના અને તેમના ગઠબંધને આ આરોપોને ફગાવ્યા હતા. હસીના જાન્યુઆરી 2009થી વડાપ્રધાન પદ પર છે. આ પદ પર તેમનો સતત બીજો કાર્યકાળ છે. તેઓ 1996માં પહેલી વાર વડાપ્રધાન બન્યા હતા.

મંત્રીમંડળમાં નવા ચહેરાઓને મળી જગ્યા

હસીનાએ પોતાના મંત્રીમંડળનાં મોટાભાગના નવા ચહેરાઓને જગ્યા આપી છે. છેલ્લા મંત્રીમંડળમાં સામેલ અનેક વરિષ્ઠ નેતાઓને બહાર કરવામાં આવ્યા છે. મંત્રીમંડળમાં 31 સભ્યો એવા છે કે, જેમને પહેલીવાર સામેલ કરવામાં આવ્યા છે. ચર્ચા છે કે હસીના સહિત કેટલાક મહત્વના મંત્રાલયો પોતાની પાસે જ રાખશે.

વિપક્ષમાં બેસશે જાતીય પાર્ટી

અવામી લીગના ગઠબંધનમાં સામેલ જાતીય પાર્ટીએ વિપક્ષમાં બેસવાનો નિર્ણય લીધો છે. પૂર્વ વડાપ્રધાન અને ભ્રષ્ટાચારના મામલામાં જેલની સજા કાપી રહેલા ખાલિદા જિયાના નેતૃત્વ વાળી મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી અને સહયોગી દળોએ ચૂંટણીના પરિણામો માનવાનો ઈન્કાર કરી દીધો છે. ચૂંટણી જીતનારા તેમના સાંસદોએ પણ શપથ લેવાનો ઈન્કાર કર્યો છે.

આ પણ વાંચોઃ 'ઇસ્લામ ધર્મ છોડી દીધો, મારો પરિવાર મને મારી નાખશે', સાઉદીથી ભાગેલી યુવતીનો ડર


શેખ હસીના સતત ત્રીજી વાર ચૂંટણી જીતીને ઈતિહાસ રચી ચુક્યા છે. તેમના પહેલા કોઈ પણ વડાપ્રધાન સતત 10 વર્ષ પદ પર નથી રહ્યું. આ ચૂંટણીમાં વિપક્ષને માત્ર 11 જ બેઠકો મળી છે.

bangladesh sheikh hasina