હવે સ્કૉટલેન્ડમાં સેનેટરી પ્રોડક્ટ્સ નિ:શુલ્ક મળશે

25 November, 2020 08:40 PM IST  |  Edinburgh | Gujarati Mid-day Online Correspondent

હવે સ્કૉટલેન્ડમાં સેનેટરી પ્રોડક્ટ્સ નિ:શુલ્ક મળશે

પ્રતીકાત્મક તસવીર

સ્કૉટલેન્ડ વિશ્વનો પહેલો દેશ બન્યો છે જ્યાં સેનેટરી પ્રોડક્ટ્સ નિ:શુલ્ક ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક નિર્ણય ચાર વર્ષના અભિયાન બાદ લેવામાં આવ્યો છે.

એક તરફ જ્યારે વિશ્વના ઘણા ભાગોમાં માસિક (પિરીયડ) બાબતે હજી પણ ઘણી ગેરસમજો અને રૂઢિચુસ્ત પરંપરાઓ છે. ત્યાં બીજી બાજુ સ્કૉટલેન્ડે એક શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. દેશમાં પીરિયડ પ્રોડક્ટ (ફ્રી પ્રોવિઝન) (સ્કૉટલેન્ડ) એક્ટ પસાર થયો છે. આ કાયદા અંતર્ગત સ્થાનિક વહીવટીતંત્રએ સેનેટરી પ્રોડક્ટ્સ મફતમાં આપવાના રહેશે. જેને નોર્થ આયરશાયર જેવા કાઉન્સિલના પહેલાથી કરવામાં આવતા કામ પર આધારિત હોવું જોઈએ. અહીં પહેલેથી જાહેર સ્થળો પર વર્ષ 2018થી સાર્વજનિક સ્થળોએ ટૈંપૉન અને સેનેટરી ટાવલ નિ:શુલ્ક આપવામાં આવે છે.

આ માટેના આ અભિયાનનું નેતૃત્વ કરનાર સ્કૉટિશ લેબર સ્વાસ્થ્યની પ્રવક્તા મોનિકા લેનને તેને સ્કૉટલેન્ડ માટે ગૌરવપૂર્ણ દિવસ તરીકે વર્ણવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ નિર્ણય માસિક જેને આવે છે તે સ્ત્રીઓ અને મહિલાઓને બહુ મદદરૂપ થશે. સમુદાય સ્તરે પહેલેથી જ ઘણો વિકાસ થઈ ચૂક્યો છે અને સ્થાનિક વહીવટ દ્વારા દરેકને આ સમયગાળામાં સન્માન મળશે.

લેનનનું કહેવું છે કે, હવે જાહેર સ્થળોએ પીરિયડ્સની ચર્ચા કરવામાં આવે છે એ બહુ મોટી વાત છે. થોડા વર્ષો પહેલાં, હોલીરૂડ ચેમ્બરમાં પીરિયડ્સ વિશે ચર્ચા નહોતી પણ હવે તે મુખ્યધારામાં છે.

international news scotland