કોવિડ-19 સીઝનલ વાઇરસ બની જવાની વૈજ્ઞાનિકોની આગાહી

16 September, 2020 04:04 PM IST  |  Washington | Agency

કોવિડ-19 સીઝનલ વાઇરસ બની જવાની વૈજ્ઞાનિકોની આગાહી

પ્રતીકાત્મક તસવીર

વૈજ્ઞાનિકોએ કોવિડ-19 ભવિષ્યમાં સીઝનલ વાઇરસ બનવાની આગાહી કરી હતી. ફ્રન્ટિયર્સ ઇન પબ્લિક હેલ્થ મૅગેઝિનમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કેટલાક ગરમ પ્રદેશોમાં SARS-CoV-2 વાઇરસની બીમારી મોસમી બની જશે. પરંતુ હર્ડ ઇમ્યુનિટી પ્રાપ્ત થયા પછી એ બાબત શક્ય બનશે.’

લેબેનનસ્થિત અમેરિકન યુનિવર્સિટી ઑફ બિરુતના ડૉ. હસન ઝારાકેતે જણાવ્યું હતું કે ‘હર્ડ ઇમ્યુનિટી પ્રાપ્ત થયા પછી કોરોના રોગચાળો વર્ષમાં ક્યારેક ફૂંફાડા મારશે. લોકોએ આ બીમારીની સાથે જીવતાં શીખવું પડશે. માસ્ક્સ પહેરવા, ફિઝિકલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતા જાળવવા અને સમૂહ મિલનો ટાળવા જેવી સાવચેતીઓ રાખવાની આદત પાડવાની રહેશે.’

washington coronavirus covid19 lockdown international news