લૉકડાઉનમાં છૂટછાટથી કોરોનાનો બીજો રાઉન્ડ ‍આવશે

28 March, 2020 02:51 PM IST  |  Beijing | Agencies

લૉકડાઉનમાં છૂટછાટથી કોરોનાનો બીજો રાઉન્ડ ‍આવશે

પ્લીઝ, સ્ટૅ ઍટ હૉમ : કોરોનાથી બચવા માટે ઘરે જ રહેવાનો મેસેજ સ્વિત્ઝર્લૅન્ડના ઝેરમૅટ્ટના રિસૉર્ટ જ્યાં આવ્યો છે એ મેટરહૉર્ન પર્વત પર લાઇટ આર્ટિસ્ટ ગેરી હૉફસેટરે મૂક્યો છે. તસવીર : એ.પી.-પી.ટી.આઇ.

ચીનમાં કોરોનાનો કેર હાલ પૂરતો થંભી ગયો છે. નવા કેસ જોવા મળતા નથી એવામાં દેશ ફરીથી એની રફતાર પકડવાની અણીએ છે એવામાં કોરોના વાઇરસ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ ચીન સહિત સમગ્ર વિશ્વને ચેતી જવાનું કહ્યું છે. ચીનમાં લૉકડાઉન હળવું થતાં લોકોની ચહેલપહેલ જોવા મળી રહી છે ત્યારે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લૉકડાઉન લાંબું કરવાથી બીજો રાઉન્ડ મોડો થશે, નહીંતર ઑગસ્ટમાં જ કોવિડ-૧૯નો બીજો રાઉન્ડ આવી શકે છે.

વાઇરસના જન્મસ્થાન વુહાનને ફરીથી ધબકતું કરવાની કવાયત શરૂ કરી રહેલા ચીનને ધી લાન્સે પબ્લિક હેલ્થ જર્નલ દ્વારા સલાહ આપવામાં આવી છે કે વુહાનને એપ્રિલ સુધી બંધ રાખવામાં આવે. આવું કરવાથી કોવિડ-૧૯ના બીજા રાઉન્ડને લંબાવી શકાશે. સંભવતઃ આ પગલું ભરવાથી બીજો રાઉન્ડ ઑક્ટોબર સુધી ખાળી શકાશે. વૈજ્ઞાનિકોએ ગાણિતિક મૉડલના આધારે વાઇરસનો ફેલાવ અને મોતના આંકડાનો અભ્યાસ કરીને જણાવ્યું છે કે ૧.૧૦ કરોડની વસ્તી ધરાતા વુહાનને જો ખુલ્લું મૂકી દેવામાં આવ્યું તો વહેલી તકે કોવિડ-૧૯નો બીજો રાઉન્ડ આવશે.

વૈજ્ઞાનિકોના મતે હાલમાં લૉકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ વુહાનમાં ઑગસ્ટમાં જ તબાહી લાવી શકે છે. જોકે એપ્રિલ સુધીમાં લૉકડાઉન ચુસ્તપણે રાખવામાં આવે તો બીજો રાઉન્ડ ઑક્ટોબરમાં આવે એવી વકી છે. લંડનની ગ્લોબલ હેલ્થ એપિડેમિકોલૉજી યુનિવર્સિટીના એક્સપર્ટ ટીમ કોલબર્ને જણાવ્યું કે આ અભ્યાસ સમગ્ર વિશ્વએ નોંધી રાખવા જેવો છે.

china coronavirus covid19 international news