સાઉદી અરામકોનો ડેટા લીક, હૅકરોએ પાંચ કરોડ ડૉલર માગ્યા

23 July, 2021 10:22 AM IST  |  Riyadh | Gujarati Mid-day Correspondent

સાઇબર સુરક્ષામાં રોકાણ ન કરવાને લઈને તેલ અને ગૅસ ઉદ્યોગ સાથે જોડાયેલી કંપનીઓની વૈશ્વિક સ્તરે ટીકા થતી રહી છે

પ્રતીકાત્મક તસવીર

વિશ્વની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની સાઉદી અરામકોના કોઈ ઠેકેદાર દ્વારા કંપનીનો ડેટા લીક થયો છે. કહેવામાં આવ્યું છે કે કથિત રીતે આ ફાઇલ (ડેટા)નો ઉપયોગ હવે કંપની પાસેથી પાંચ કરોડ ડૉલર એટલે કે લગભગ ૩૭૩ કરોડ રૂપિયા બળજબરીથી વસૂલવામાં આવી રહ્યા છે.

સાઇબર સુરક્ષામાં રોકાણ ન કરવાને લઈને તેલ અને ગૅસ ઉદ્યોગ સાથે જોડાયેલી કંપનીઓની વૈશ્વિક સ્તરે ટીકા થતી રહી છે. આ વર્ષે મેમાં, અમેરિકાની કંપની કોલોનિયલ પાઇપલાઇન પર પણ સાઇબર હુમલો થયો હતો, જે ઘણો ચર્ચામાં રહ્યો હતો.

અરામકોએ જણાવ્યું કે અમને તાજેતરમાં આ ડેટાની ચોરીની ખબર પડી છે. એક થર્ડ પાર્ટી ઠેકેદાર દ્વારા અમારા ડેટાની ચોરી કરવામાં આવી છે. જોકે કંપનીએ એમ નથી જણાવ્યું કે કયા ઠેકેદાર દ્વારા કંપનીના ડેટા ચોરાયા છે અને ન તો કંપનીએ એના વિશે કોઈ જાણકારી આપી છે. શું સિસ્ટમ હૅક કરવામાં આવી અથવા ફાઇલ ચોરી કરવા માટે કોઈ અન્ય રીત અપનાવવામાં આવી? એવો સવાલ તેલ ઉત્પાદન ક્ષેત્રે ચર્ચાઈ રહ્યો છે.

international news saudi arabia riyadh