જર્મનીની નકામી સૅટેલાઇટ આ અઠવાડિયે પૃથ્વી પર ખાબકવાની દહેશત

19 October, 2011 06:30 PM IST  | 

જર્મનીની નકામી સૅટેલાઇટ આ અઠવાડિયે પૃથ્વી પર ખાબકવાની દહેશત



તાજેતરમાં જ નાસા (નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન)ની નકામી બની ગયેલી સાડાછ ટનની સૅટેલાઇટ યુએઆરએસ (અપર ઍટ્મોસ્ફિયરિક રિસર્ચ સૅટેલાઇટ) પૃથ્વી પર ખાબકી હતી. જોકે એ કૅનેડામાં પૅસિફિક મહાસાગરમાં પડી હોવાને કારણે કોઈ દહેશત નહોતી ઊભી થઈ.

૨.૪ ટનની આ એક્સ-રે ઑબ્ઝર્વેટરી સૅટેલાઇટ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા બાદ એનો ઘણોખરો ભાગ સળગીને નષ્ટ થઈ જશે. જોકે એનો ૧.૭ ટનનો કાટમાળ પૃથ્વી પર પડે એવી સંભાવના છે.