સૅન્ડીની પાવરફુલ ઇફેક્ટ જમીનમાંથી બહાર આવી ગયાં કૉફીન

01 November, 2012 05:34 AM IST  | 

સૅન્ડીની પાવરફુલ ઇફેક્ટ જમીનમાંથી બહાર આવી ગયાં કૉફીન

આ ઘટના મૅરિલૅન્ડ સ્ટેટના ક્રિસફીલ્ડ ટાઉનમાં બની હતી. વાવાઝોડાને કારણે આવેલા ભારે પૂરને લીધે સિલ્વર અને બ્રૉન્ઝ રંગનાં બે કૉફીન જમીનમાંથી બહાર આવી ગયાં હતાં. પાણીનો ર્ફોસ એટલો પાવરફુલ હતો કે એણે કબરને સુરક્ષિત રાખવા કરવામાં આવેલું સિમેન્ટનું બાંધકામ પણ તોડી નાખ્યું હતું અને જમીનના ઘસારાને કારણે કૉફીન બહાર નીકળી આવ્યાં હતાં. અમેરિકાનો પૂર્વ વિસ્તાર સૌથી વધારે ગીચ વસ્તી ધરાવે છે અને આ જ વિસ્તારમાં સૅન્ડી ત્રાટક્યું હતું જેને કારણે જાનમાલનું ભારે નુકસાન થયું હતું.