માદા અજગરે નર વિના જ મૂક્યાં ઈંડાં, અમેરિકાના ઝૂના નિષ્ણાતએ શરૂ કરી શોધ

12 September, 2020 02:54 PM IST  |  Saint Louis | Agency

માદા અજગરે નર વિના જ મૂક્યાં ઈંડાં, અમેરિકાના ઝૂના નિષ્ણાતએ શરૂ કરી શોધ

માદા અજગર

સેન્ટ લુઇસ ઝૂના નિષ્ણાતો એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે લગભગ બે દસકાથી નર અજગરના સંપર્કમાં ન આવવા છતાં ૬૨ વર્ષની માદા અજગરે સાત ઈંડાં કઈ રીતે મૂક્યાં એ જાણવા કોશિશ કરી રહ્યા છે.

ઝૂમાં હર્પિટોલૉજીના મૅનેજર માર્ક વૉનરે કહ્યું હતું કે આ અસામાન્ય ભલે હોય પણ બોલ પાઇથન માટે નરના સંસર્ગમાં આવ્યા વિના ઈંડાં મૂકવાં મુશ્કેલ નથી. ઘણી વાર સાપ વિલંબિત ગર્ભધાન માટે વીર્યનો સંગ્રહ પણ કરે છે.

બોલ પાઇથન 60 વર્ષના થાય ત્યાં સુધી ઈંડાં મૂકવાનું વિલંબિત કરતા હોવાથી જન્મ પણ અસામાન્ય હોય છે એમ વૉનરે જણાવ્યું હતું.

વૉનરે જણાવ્યું હતું કે અમારી જાણમાં છે ત્યાં સુધી ઈંડાં મૂકનારી આ સૌથી મોટી વયની માદા સાપ છે. ઝૂની પણ આ સૌથી મોટી ઉંમરની સાપ છે.

આ માદા અજગરે ઇંડા મુક્યા હતાં, જેમાંથી ત્રણ ઇંડા ઇનક્યુબેટરમાં છે, બેનો ઉપયોગ આનુવંશિક નમૂના માટે કરવામાં આવ્યો હતો જ્યારે કે બે ઇંડા બચી શક્યા નહોતા.

united states of america international news