રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પણ કોરોના વાઇરસનો ચેપ

02 April, 2020 04:48 PM IST  |  Moscow | Agencies

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પણ કોરોના વાઇરસનો ચેપ

વ્લાદિમીર પુતિન

રશિયામાં પણ એક ડૉક્ટરમાં કોરોના વાઇરસ પૉઝિટિવ મળી આવ્યો છે. મહત્વનું છે કે આ એ જ ડૉક્ટર છે, જેમની સાથે ગત સપ્તાહે જ રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને મૉસ્કોની એક હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.

જેથી રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સુધી પણ કોરોના સંક્રમણનો ખતરો પહોંચી ગયો છે. એવું જાણવા મળ્યું છે કે એક એવા ડૉક્ટર કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે જેમણે થોડા દિવસ પહેલાં પુતિન સાથે મુલાકાત કરી હતી, ઉપરાંત તેમની સાથે હાથ પણ મિલાવ્યા હતા.

આ ડૉક્ટર બીજું કોઈ નહીં પરંતુ મૉસ્કોની કોરોના વાઇરસ હૉસ્પિટલના ચીફ છે અને રાષ્ટ્રપતિઅે ગત સપ્તાહે જ આ હૉસ્પિટલની મુલાકાત કરી હતી.

ક્રેમલિને એક નિવેદન જાહેર કરીને રાષ્ટ્રપ્રમુખ પુતિનની તબિયત વિશે જાણકારી આપી હતી અને કહ્યું હતું કે કોઈ પ્રકારની ચિંતાની વાત નથી. રાષ્ટ્રપ્રમુખની તબિયત સારી છે. ક્રેમલિનના પ્રવક્તા દેમિત્રી પેસ્કોવે રશિયાના સમાચાર સંગઠનોને જણાવ્યું હતું કે પુતિન નિયમિત રીતે તપાસમાંથી પસાર થઈ રહ્યા છે અને તેમના સ્વાસ્થ્યને લઈને કોઈ ચિંતાની વાત નથી. પેસ્કોવે કહ્યું કે અત્યાર સુધી રશિયામાં કોરોના વાઇરસથી કુલ ૨૩૩૭ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને ૧૭ લોકોનાં મોત થયાં છે.

vladimir putin russia moscow international news coronavirus covid19