રશિયન મહિલાએ 2 વર્ષ સુધી રાખ્યું ફ્રિજમાં એલિયનનું શબ

17 November, 2011 09:26 AM IST  | 

રશિયન મહિલાએ 2 વર્ષ સુધી રાખ્યું ફ્રિજમાં એલિયનનું શબ

 

 

તાજેતરમાં રશિયામાં એક મહિલાના ફ્રિજમાંથી એલિયનનું શબ મળી આવ્યું હતું. આ શબ રશિયાના ગૃહવિભાગ દ્વારા જપ્ત કરી રિસર્ચ માટે લૅબોરેટરીમાં લઈ જવામાં આવ્યું હતું. રશિયાના પેટ્રોઝેવોસ્ક શહેરમાં રહેતી માર્તા યોગોરોવનામ નામની આ મહિલાએ દાવો કર્યો હતો કે તેણે એ પરગ્રહવાસીનો મૃતદેહ બે વર્ષથી સાચવી રાખ્યો હતો. છેલ્લા થોડા મહિનાઓમાં રશિયામાં એલિયનના અવશેષો મળી આવ્યા હોવાનો દાવો ત્રીજી વખત થયો છે. આ પહેલાં બે વખત સાઇબિરિયામાંથી પરગ્રહવાસીના મૃતદેહો મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ શબ માનવી અને માછલીનું કૉમ્બિનેશન હોય એવું દેખાય છે. જોકે આ ખરેખર કોઈ પરગ્રહવાસીનું શબ છે કે પછી લોકપ્રિયતા મેળવવા માટે કરવામાં આવેલી છેતરપિંડી છે એ વિશે ઊંડી તપાસ પછી જ ખબર પડી શકશે. થોડા સમય પહેલાં રશિયામાં બે યુવાનોએ પરગ્રહવાસીનો મૃતદેહ મળ્યો હોવાનો દાવો કરી એનો વિડિયો ઉતારી એ શૅરિંગ વેબસાઇટ યુ ટ્યુબ પર મૂક્યો હતો. આ વિડિયો સાત લાખ કરતાં વધુ લોકોએ નિહાળ્યો હતો. જોકે પોલીસે તે યુવાનોની પૂછપરછ કરતાં માલૂમ પડ્યું હતું કે તેમણે બ્રેડ તથા બીજા કેટલાક પદાર્થોનો ઉપયોગ કરી નકલી એલિયનની નકલી ડેડ બૉડી બનાવી હતી.