રુસનું વિમાન હવામાં જ સળગ્યું, 41 લોકોના મૃત્યુ

06 May, 2019 11:06 AM IST  | 

રુસનું વિમાન હવામાં જ સળગ્યું, 41 લોકોના મૃત્યુ

રુસનું વિમાન હવામાં જ સળગ્યું

રુસમાં એક પેસેન્જર વિમાનમાં ઉડાન દરમિયાન અચાનક આગ લાગી હતી. અચાનક આગ લાગવાના કારણે વિમાનમાં મુસાફરી કરી રહેલા 41 લોકો જીવતા સળગી ગયા હતા. આ 41 લોકોમાં 2 બાળકો પર મૃત્યુ પામ્યા છે. વિમાનમાં આગ લાગવાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં વિમાનની ભયાનક આગ જોઈ શકાય છે. ઉડાન દરમિયાન વિમાનના પાછળના ભાગમાં આગ લાગી હતી જે ફેલાતા 41 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આગ લાગતાની સાથે જ પાયલટ દ્વારા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.

દુર્ઘટનાગ્રસ્ત વિમાન નેશનલ કેરિયર એરોફ્લોટનું સુખોઈ સુપરજેટ હતું. આ વિમાનમાં 78 લોકો મુસાફરી કરી રહ્યા હતા. સુખોઈ સુપરજેટે મુરમાન્સક એરપોર્ટ ભરી હતી જો કે ઉડાનના થોડ જ સમય બાદ વિમાનના પાછળના ભાગે આગ લાગી ગઈ હતી. આગ લાગતાની સાથે જ પ્લેનની ઈમરજન્સી લેન્ડીંગ કરાવી હતી જો કે ત્યાર સુધી આગ વિમાનના અડધા ભાગ સુધી પહોચી ગઈ હતી એટલુ જ નહી લેન્ડીંગ વખતે તેમા વિમાનમાં વિષ્ફોટ પણ થયો હતો.

આ પણ વાંચો: ચીની સમુદ્રમાં પરમાણુ પરીક્ષણની તૈયારીમાં ! અમેરિકાની વિશેષ નજર

વિમાનમાં મુસાફરી કરી રહેલા 78 યાત્રીઓમાંથી 41 લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે 38 લોકોનો સલામત બચાવ કરવામાં આવ્યો છે. શરુઆતી તપાસ બાદ માનવામાં આવી રહ્યું છે કે ઈલેક્ટ્રીક ખામીના કારણે વિમાનમાં આગ લાગી હતી.