રશિયાની અભેદ્ય ગણાતી જેલમાંથી એક કેદી ચમચીની મદદથી છૂમંતર

08 May, 2013 06:12 AM IST  | 

રશિયાની અભેદ્ય ગણાતી જેલમાંથી એક કેદી ચમચીની મદદથી છૂમંતર

આ કેદી ચમચીની મદદથી સીલિંગમાં મોટું કાણું પાડીને છટકી ગયો હતો. મૉસ્કોમાં આવેલી મેત્રોસકાયા જેલમાંથી અત્યાર સુધી છેલ્લાં ૨૦ વર્ષમાં માત્ર ત્રણ જ કેદી ભાગવામાં સફળ થયા હતા, જેમાં ગઈ કાલે ચોથાનો ઉમેરો થયો હતો. ઓલેગ તોપલોવ નામનો આ કેદી સીલિંગમાં પાડેલા હૉલમાંથી પોતાની બૅરેકમાંથી બહાર આવી ગયો હતો અને એ પછી ટેરેસ પર થઈને તે જેલની મેઇન ફેન્સિંગ કૂદીને બહાર નીકળી ગયો હતો. આ જેલમાં રાખવામાં આવતા કેદીઓની દરરોજ તલાશી લેવામાં આવે છે. જોકે તેમને ચમચી રાખવાની પરવાનગી આપવામાં આવે છે. જોકે જેલના સત્તાધીશોને સહેજ પણ કલ્પના નહીં હોય કે એક કેદી આ ચમચીની મદદથી જ ભાગી જવામાં સફળ થશે. બાદમાં જેલના સત્તાધીશોએ ૩૩ વર્ષના તોપલોવને ફરી પકડવા માટે દોડધામ શરૂ કરી હતી. રસપ્રદ વાત એ છે કે અગાઉ આ કેદીની શારીરિક અને માનસિક તપાસના અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું હતું કે તે ભાગી છૂટવાનો પ્રયાસ કરી શકે છે.