Coronavirus Outbreak: રશિયન વિમાન તબીબી પુરવઠા સાથે પહોચ્યું US

02 April, 2020 06:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Outbreak: રશિયન વિમાન તબીબી પુરવઠા સાથે પહોચ્યું US

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)ના દર્દીઓની સારવાર માટે જરૂરી વેન્ટિલેટર, માસ્ક, પ્રોટેક્શન ગિઅર, અન્ય તબીબી સાધનો સહિત 60 ટનનો તબીબી પુરવઠો લઈને રશિયન કાર્ગો વિમાન આજે US પહોચ્યું હતું. અમેરિકન રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, આવતા પખવાડિયા દરમ્યાન કોરોના વાયરસ વધુ ફેલાશે અને બે લાખ જેટલા લોકોનું મૃત્યુ થવાની શક્યતા છે.

રશિયાના Permanent Mission to NATO એ ગુરૂવારે રશિયન સંરક્ષણ મંત્રાલયનું કર્ગો વિમાન Ruslan AN-124-100 ન્યુયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર પહોચી ગયું હતું. અમેરિકન રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન વચ્ચે 30 માર્ચે થયેલી ટેલિફોનિક વાતચીત પછી રશિયા પાસેથી તબીબી ઉપકરણો ખરીદવાનું નક્કી કરાયું હતું.

USના વિદેશ સચિવ માઈક પોમ્પિયોએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, સમગ્ર વિશ્વના જીવને જોખમમાં મુકતા આ દુશ્મનને કાબુમાં કરવા માટે આપણે સહુએ સાથે મળીને કામ કરવાનો સમય છે. ભૂતકાળમાં બન્ને દેશોએ એકબીજાને કટોકટીના સમયમાં સહાયતા કરી છે અને ભવિષ્યમાં કરશે એવી આશા છે.

coronavirus covid19 united states of america russia