રશિયામાં ભગવદ્ગીતા પર પ્રતિબંધ મૂકવાની અરજી રદ

29 December, 2011 05:39 AM IST  | 

રશિયામાં ભગવદ્ગીતા પર પ્રતિબંધ મૂકવાની અરજી રદ

 

હકીકતમાં સર્બિયાના એક ખ્રિસ્તી ચર્ચે ગીતાને કટ્ટરપંથી ગ્રંથ ગણાવીને એના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી અને આ માગણીનો ભારત સહિત રશિયાના અનેક વિસ્તારોમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

મંગળવારે એક્સ્ટર્નલ અર્ફેસ મિનિસ્ટર એસ. એમ. ક્રિષ્નાએ આ સંવેદનશીલ મુદ્દાની ચર્ચા રશિયન ઍમ્બેસેડર ઍલેક્ઝાંડર કડાકીન સાથે કરીને ભારતીયોની આ વિશે લાગણીની સ્પષ્ટતા કરી હતી. એસ. એમ. ક્રિષ્નાએ રશિયન ઍમ્બેસેડરને કહ્યું હતું કે આ મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા રશિયન સરકાર શક્ય એટલી મદદ કરશે એવી આશા છે.