રશિયા ટૂંક સમયમાં મહાવિનાશક મિસાઇલના પરીક્ષણની તૈયારીમાં

06 January, 2021 03:28 PM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

રશિયા ટૂંક સમયમાં મહાવિનાશક મિસાઇલના પરીક્ષણની તૈયારીમાં

પ્રતીકાત્મક તસવીર

અમેરિકા અને યુરોપના દેશો સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયા પોતાની નવી મહાવિનાશક મિસાઇલનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. લગભગ ૧૦,૦૦૦ કિલોમીટર સુધી આકરા પ્રહાર કરવામાં સક્ષમ એવી રશિયાની આ મિસાઇલ પરમાણુ હથિયાર લઈ જવામાં પણ સક્ષમ છે. આ મિસાઇલની વિધ્વંશક ક્ષમતાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે તે એક જ પ્રહારમાં આખેઆખા ફ્રાન્સનો ખાતમો બોલાવી શકે છે.

આ ઇન્ટરકૉન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ આઇસીબીએમનું નામ આરએસ-૧૮ સરમત છે. નાટો દેશ આ કિલર મિસાઇલને સટાન-2 નામથી પણ જાણે છે. જાણો આ મિસાઇલ વિશે સંપૂર્ણ માહિતી.

આરએસ-૧૮ મિસાઇલ પોતાની સાથે એકસાથે વિશાળ થર્મોન્યુક્લિયર બૉમ્બ કે ૧૬ નાના પરમાણુ બૉમ્બ લઈ જવામાં સક્ષમ છે. એટલું જ નહીં, રશિયાનાં સુરક્ષા બળો ઇચ્છે તો થર્મોન્યુક્લિયર બૉમ્બ સાથે નાના પરમાણુ બૉમ્બ પણ ફિટ કરીને આ મિસાઇલ છોડી શકે છે. રશિયાના રક્ષા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પોતાની ભયંકર પ્રહારક્ષમતાને કારણે આ મિસાઇલ દુશ્મન દેશોના ઍર ડિફેન્સ સિસ્ટમનો પણ નાશ કરી શકે છે. આ મિસાઇલનું વજન જ ૧૦૦ ટન છે અને એ ૧૦,૦૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. એના એક જ વારમાં આખેઆખુ ફ્રાન્સ રાખ બની શકે છે. આરએસ-૧૮ દુનિયાની સૌથી ભારે મિસાઇલ છે.

international news russia