રશિયામાં ૧૫ વર્ષમાં પ્રથમ વાર દેશની વસ્તીમાં પાંચ લાખનો ઘટાડો!!

31 January, 2021 12:34 PM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

રશિયામાં ૧૫ વર્ષમાં પ્રથમ વાર દેશની વસ્તીમાં પાંચ લાખનો ઘટાડો!!

પ્રતીકાત્મક તસવીર

મહાસત્તા અમેરિકાને પણ હંફાવી શકવાની તાકાત ધરાવનાર રશિયામાં ૨૦૨૦ના વર્ષમાં પાંચ લાખ લોકોની વસ્તી ઓછી થઈ છે.

રશિયન સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ૧૫ વર્ષમાં પહેલી વાર દેશની વસ્તીમાં પાંચ લાખનો ઘટાડો નોંધાયો છે. પાંચ લાખની વસ્તી ઘટવા પાછળ કોઈ સત્તાવાર કારણ તો જાહેર કરાયું નથી, પરંતુ નિષ્ણાતો વસ્તીના ઘટાડા પાછળ કોરોના મહામારીને જવાબદાર ગણી રહ્યા છે. ૨૦૨૦માં જાન્યુઆરીથી નવેમ્બર સુધી દેશમાં ૨,૨૯,૭૦૦ લોકોનાં મોત થયાં હતાં.

international news russia