ઓક્સફોર્ડની કોવિડ-19 વેક્સિન લોકોને વાંદરા બનાવી દેશે?

16 October, 2020 09:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઓક્સફોર્ડની કોવિડ-19 વેક્સિન લોકોને વાંદરા બનાવી દેશે?

પ્રતીકાત્મક તસવીર

કોવિડ-19 વેક્સીન મામલે બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી વેક્સીનની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવામાં  રશિયા દ્વારા ઓક્સફોર્ડની કોવિડ-19 વેક્સિન વિચિત્ર વાતો ફેલાવવામાં આવી રહી છે. 

એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વેક્સીનમાં ચિમ્પાન્ઝી વાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનાથી લોકો વાંદરા બની જશે. રશિયન સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી બધી તસ્વીરો અને વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે યુકેમાં તૈયાર થનારી તમામ રસી ખતરનાક સાબિત થઈ શકે છે. રશિયન સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી એક તસ્વીરમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસન ડાઉનિંગ સ્ટ્રીટમાં ચાલતા દેખાય છે પરંતુ તેમની તસ્વીરને એડિટ કરીને તેમને યેતી દેખાડવામાં આવ્યા છે.

અન્ય એક તસ્વીરમાં લોકો એસ્ટ્રાઝેનેકાની વેક્સીન લેવા લાઈનમાં ઊભા છે અને બાદમાં વેક્સીન લીધા બાદ તેઓ વાંદરા થઈને બહાર આવે છે તેવું દેખાડવામાં આવ્યું છે. એસ્ટ્રાઝેનેકાના ચિફ એક્ઝિક્યુટિવ પાસ્કલ સોરિયટે આ પ્રકારની અભિયાનની ઝાટકણી કાઢી છે. જ્યારે ઓક્સફોર્ડ વેક્સીન ગ્રૂપના ડાયરેક્ટર પ્રોફેસર એન્ડ્રૂ પોલાર્ડે પણ તેની ટીકા કરી છે. પ્રોફેસર પોલાર્ડે જણાવ્યું છે કે, અમે જે પ્રકારની વેક્સીન બનાવી રહ્યા છીએ તે અન્ય વેક્સીન જેવી જ છે જેમાં રશિયન વેક્સીન પણ સામેલ છે. આ તમામ વેક્સીનમાં કોમન કોલ્ડ વાયરસનો ઉપયોગ કરવામા આવ્યો છે જે માણસો કે ચિમ્પાન્ઝીમાંથી લેવામાં આવે છે. અમે વેક્સીન બનાવવાની આ પ્રક્રિયામાં કોઈ ચિમ્પાઝીને સામેલ કર્યો નથી. આપણા શરીર વાયરસ તરફ જોતી નથી કે જે કહે છે કે આ માણસમાંથી આવ્યો છે કે ચિમ્પાન્ઝીમાંથી. તે એક પ્રોટિનના કલેક્શનને જોવે છે અને ઈમ્યુન રિસ્પોન્સ આપે છે.

coronavirus covid19 russia